અમિત શાહે પૂણેમાં સીએફએસએલની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું
પુણે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. રવિવારે અમિત શાહ પુણે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે અમિત શાહે એનડીઆરએફના અધિકારીઓ સાથે ભોજન લીધું હતું. આ પહેલા અમિત શાહે પૂણે દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં વિશેષ પ્રાર્થના કરી હતી.સીએફએસએલના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે અમિત શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કર્યા હતા.
આ દરમિયાન અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સીએફએસએલ સમગ્ર દેશની ફોજદારી ન્યાય પ્રણાલીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિક પુરાવા પર આધારિત ન્યાયિક તપાસને પારદર્શક બનાવવામાં આવી છે. તો ભારે વરસાદ ફરીથી કોલસાની કટોકટી સર્જશે? અમિત શાહે એનડીઆરએફની ટીમની પણ પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું કે આજે હું ગર્વથી કહી શકું છું કે એનડીઆરએફની કુલ ૧૬ બટાલિયન દેશમાં કામ કરી રહી છે. જ્યારે પણ દેશમાં ભૂકંપ, ચક્રવાત કે ભૂસ્ખલન જેવી આફત આવે છે, ત્યારે આપણે દ્ગડ્ઢઇહ્લના અધિકારીઓને કેસરી રંગનો યુનિફોર્મ પહેરીને સ્થળ પર પહોંચતા જાેઈએ છીએ.
અમિત શાહ વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ પછી તેઓ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો શિલાન્યાસ પણ કરશે. ડર વધ્યો, વેક્સીનના ત્રણે ડોઝ લઈ ચૂક્યો છે મુંબઈનો વ્યક્તિ, ઓમિક્રૉનથી છે સંક્રમિત તમને જણાવી દઈએ કે અમિત શાહ શનિવારે મહારાષ્ટ્ર પહોંચ્યા હતા.
પહેલા દિવસે અમિત શાહે અહમદનગરના પ્રવરનગર (લોની) ખાતે સહકારી રેલીમાં હાજરી આપી હતી. અહીં તેમણે તેમની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તમને જણાવી દઈએ કે આ તે વિસ્તાર છે જ્યાંથી ભારતની પ્રથમ સહકારી ખાંડ મિલ શરૂ થઈ હતી.
દેશમાં સહકારી ક્ષેત્રને ટેકો આપવા માટે કેન્દ્ર સરકારના પ્રયાસો પર બોલતા ગૃહ પ્રધાન શાહે સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન આપવા અને તેની ખામીઓથી છુટકારો મેળવવાની સરકારની યોજનાઓ ગણાવી. આ પછી અમિત શાહ અહમદનગરની શિરડી દરગાહ પણ પહોંચ્યા હતા.HS