મુંબઈઃ વાયુ પ્રદૂષણ લોકોનું આયુષ્ય ઘટાડી રહ્યું છે
મુંબઇ, મહારાષ્ટ્રમાં ગત ૧૯ વર્ષમાં શ્વસન રોગોને લીધે રાજ્યમાં મૃત્યુની સંખ્યા ૧૦ ટકા વધી હોવાનું સામે આવ્યું છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માપદંડ મુજબ વાયુ પ્રદૂષમ એક ચોક્કસ મર્યાદામાં રોકવામાં આવે તો મહારાષ્ટ્રના શહેરોમાં વસતા લોકોનું આયુષ્ય વધી શકે છે.
મુંબઈમાં રહેનારા લોકોના આયુષ્યમાં ૩-૫ વર્ષ, થાણે શહેરમાં ૩-૪ વર્ષ, પુણેમાં ૩-૭ વર્ષ, નાગપુર ૩-૯ વર્ષ અને નાશિકમાં ૨-૮ વર્ષ વધારો થઈ શકે. પરંતુ પ્રદૂષણને લીધે લોકોના આયુષ્યમાં ઘટાડો થઈ રહ્યો છે. મુંબઈમાં ગત બે વર્ષમાં શ્વાસ સંબંધિત દરદીઓમાં ૪૦ ટકાનો વધારો થયો છે. જેમાં અસ્થમા, ફેફસાના દરદીઓ વધુ છે.
મુંબઈ મહાપાલિકા, રાજ્ય સરકારની સિસ્ટમ અને ખાનગી કંપનીઓએ વર્ષ ૨૦૧૦થી ૨૦૨૦ આ સમય દરમિયાન ટ્રાફિક, કચરો, અને અન્ય એવા વિવિધ ક્ષેત્રોમાંથી થનારા ઉત્સર્જનની આંકડાવારી નોંધવામાં આવી છે. તે મુજબ મુંબઈ મહાનગરમાં ઉત્સર્જન થનારા કાર્બન ડાયોક્સાઇડનું કુલ પ્રમાણ અંદાજે મુંબઈમાં પ્રતિ વ્યક્તિ અંદાજે ૨.૬૭ ટન કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે. જ્યારે બારતની પ્રતિ વ્યક્તિ ૧.૯૧ ટન કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે.
ઉર્જા ક્ષેત્રોમાંથી ઉત્સર્જન થતા હરિતગૃહ વાયુનુ પ્રમાણે સૌથી વધુ ૭૧ ટકા છે. જ્યારે ટ્રાફિકમાંથી ૨૪ ટકા અને ધન કચરામાં વ્યવસ્થાપનમાંથી પાંચ ટકા થાય છે. મુંબઈમાં વીજળીનો વપરાશ સૌથી વધુ છે. તેમાંથી ૯૫ ટકા વીજળીનું નિર્માણ ઔષિકાક પ્રકલ્પ દ્વારા થાય છે. તેથી આ ઊર્જા ક્ષેત્ર સૌથી વધુ ઉત્સર્જક છે. આ પ્રદૂષણ આમ જ વધતું રહેશે તો મુંબઈ શહેર રહેવા લાયક નહીં બને. તેવો ભય પર્યાવરણ શાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે.HS