વોટર આઈડીને આધાર સાથે લિન્ક કરી શકાશે
નવી દિલ્હી, લોકસભામાં કાયદા અને ન્યાય મંત્રી કિરેન રિજિજૂએ ચૂંટણી પદ્ધતિ ( સંશોધન) બિલ, ૨૦૨૧ રજૂ કર્યુ. આના માધ્યમથી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ અને જન પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧માં સંશોધન કરવા જવાનો પ્રસ્તાવ કર્યો છે.
વિપક્ષી સદસ્યોની આશંકાઓને નિરાધાર ગણાવતા રિજિજૂએ કહ્યુ કે સદસ્યોએ આનો વિરોધ કરવાને લઈને જે તર્ક આપ્યા છે, તે સર્વોચ્ચ અદાલતના ર્નિણયને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. આ સર્વોચ્ચ અદાલતના ર્નિણયના અનુરૂપ છે.
ચૂંટણી કાયદો (સુધારો) બિલ ૨૦૨૧ હેઠળ ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન અધિકારી-ઓળખ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી આધાર કાર્ડ માગી શકે છે. જાે કોઈ વ્યક્તિ તેના મતદાર કાર્ડને આધાર સાથે લિંક કરવા માંગે છે, તો તે જાેડી શકે છે પરંતુ આ અનિવાર્ય હશે નહીં. વોટર આઈડીને આધાર સાથે જાેડવાના મામલે સુપ્રીમ કોર્ટના ગોપનીયતાના અધિકારના ર્નિણયને ધ્યાનમાં રાખવામાં આવશે. વર્ષ ૨૦૧૫માં જ આયોગે વોટર આઈડીને આધાર સાથે લિંક કરવાનુ કામ શરૂ કરી દીધુ હતુ પરંતુ સુપ્રીમ કોર્ટે આની પર રોક લગાવી દીધી હતી.
બિલમાં જાેગવાઈ છે કે ૧૮ વર્ષના યુવા વર્ષમાં ૪ વાર વોટર તરીકે પોતાનુ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અત્યારે વર્ષમાં એકવાર એટલે કે એક જાન્યુઆરી પહેલા ૧૮ વર્ષના હોવા પર પોતાને મતદાતા તરીકે રજિસ્ટર્ડ કરાવવાની જાેગવાઈ છે. જેનાથી યુવાઓનુ વોટર આઈડી કાર્ડ જલ્દી બની શકશે. જે બાદ પંજીકરણ માટે દર વર્ષે ચાર કટઑફ તારીખ એક જાન્યુઆરી, એક એપ્રિલ, એક જુલાઈ અને એક ઓક્ટોબર નક્કી કરવામાં આવશે. આનાથી લોકો જલ્દી જ વોટર આઈડી બનાવીને જલ્દી વોટ આપવા લાગશે.
ચૂંટણી પંચે પત્ની શબ્દને બદલીને સ્પાઉસ કરવાની જાેગવાઈ છે. આ બિલ અનુસાર, ચૂંટણી સંબંધી કાયદાને સૈન્ય મતદાતાઓ માટે લૈંગિક નિરપેક્ષ બનાવવામાં આવશે. હજુ માત્ર પુરુષ સર્વિસ ઓફિસરની પત્નીનુ નામ નોંધવાની જાેગવાઈ છે, પરંતુ મહિલા સર્વિસ ઓફિસરના પતિનુ નામ જાેડાવવાની કોઈ જાેગવાઈ નથી પરંતુ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર હેઠળ આવનારા પોલીસકર્મી, સૈનિક અને અર્ધસૈનિક દળ વગેરે જેમને સર્વિસ ઓફિસર કહેવામાં આવે છે, તેમના પતિ અથવા પત્નીનુ પણ નામ વોટર તરીકે નોંધવામાં આવી શકે.SSS