Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩૨૬ નવા કેસ નોંધાયા

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૨૪માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૫૩૨૬ નવા કેસ નોંધાયા છે અને ૪૫૩ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.

૮૦૪૩ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની ૮૨,૨૬૭ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૩૭૨૨ કેસ નોંધાયા છે અને ૪૧૯ સંક્રમિતોના મોત થયા છે. ૨૦ ડિસેમ્બરે ૬૫૬૩ નવા કેસ અને ૧૩૨ સંક્રમિતોના મોત થયા હતા.

૧૯ ડિસેમ્બરે ૭૦૮૧ નવા કેસ અને ૨૬૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૮ ડિસેમ્બરે ૭૧૪૫ નવા કેસ સામે આવ્યા હબતહતા અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૭ ડિસેમ્બરે ૭૪૪૭ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૩૯૧ સંક્રમિતોના મોત થયા હતા. ૧૬ ડિસેમ્બરે ૭૯૭૪ નવા કેસ અને ૩૪૩ સંક્રમિતોના મોત થયા હતા.

૧૫ ડિસેમ્બરે ૬૯૮૪ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૨૪૭ લોકોના મોત થયા હતા. ૧૪ ડિસેમ્બરે ૫૭૮૪ નવા કેસ અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા. ૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૮,૩૪,૭૮,૧૮૧ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૬૪,૫૬,૯૧૧ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૦,૧૪,૦૭૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, દેશમાં ઓમિક્રોનના કુલ કેસ ૧૬૨ પર પહોંચ્યા છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.