૨૦ વર્ષની યુવતીએ કર્યા આધેડ વ્યક્તિ સાથે લગ્ન

નવી દિલ્હી, લગ્નની ઉંમરમાં યુવક-યુવતી વચ્ચે ૫-૬ વર્ષનું અંતર હોવું કોઇ મોટી વાત નથી પણ જાે કોઇની અંદર ૨૦-૨૫ વર્ષનો ફર્ક હોય તો જાેડી બેજાેડ લાગે છે. ન્યૂઝીલેન્ડની રોસાના ઇંકપેનની પોતાના પતિ સાથેની જાેડી કાંઇક આવી જ છે. ૨૦ વર્ષની રોસાના ઓકલેન્ડની રહેવાસી છે અને તેણે ૪૬ વર્ષના સ્કોટ સાથે લગ્ન કર્યા છે. તે બે વર્ષ પહેલા સ્કોટને મળી હતી અને પ્રથમ નજરમાં જ તેને એ વાતનો અહેસાસ થયો હતો કે તે તેની સાથે જ લગ્ન કરશે.
રોસોના ઇંકપેનની મુલાકાત જ્યારે પોતાના પતિ સ્કોટ સાથે થઇ ત્યારે તેની ઉંમર ૧૮ વર્ષની હતી અને તેના પતિ ૪૪ વર્ષનો હતો. આ બંને વચ્ચે ૨૫ વર્ષનો એજગેપ હોવા છતા એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. તે સમયે સ્કોટ ઓસ્ટ્રેલિયામાં સ્ટીલ વર્કર હતો અને વેકેશનમાં ન્યૂઝીલેન્ડ આવ્યો હતો. તેની મુલાકાત થયાના કેટલાક મહિના પછી કપલે સગાઇ કરી લીધી હતી. રોસના અને સ્કોટ બન્ને રિલેશનશિપમાં ઉંમરને વધારે મહત્વ આપતા નથી.
રોસાના જણાવે છે કે જ્યારે સ્કોટને મળી તો આખા શહેરમાં તેમની જ ચર્ચા હતી. બધા તેના વિશે જાણવા માંગતા હતા. તે દરમિયાન તેમની વાતચીત શરૂ થઇ અને તે તેને મળવા ઓસ્ટ્રેલિયા ગઈ હતી. આ તેમના પ્રેમની શરૂઆત હતી. તે કહે છે કે તમામ લોકોને તેમને કહ્યું કે આ બધુ જેટલી જલ્દી ચાલી રહ્યું છે તેટલું ટકશે નહીં.
જાેકે તેમને વિશ્વાસ હતો કે તે એકબીજા પર વિશ્વાસ કરે છે અને સંબંધ લાંબો ચાલવાનો છે. ૨૫ વર્ષના ગેપ પછી પણ તેમનો સંબંધ આગળ વધ્યો અને સ્કોટ-રોસોનાના લગ્ન થઇ ગયા. જે પછી લોકોએ રોસાનાને એમ પણ કહ્યું કે તે સ્કોટના પૈસા માટે તેની સાથે લગ્ન કરી રહી છે.
તેના ઘણા મિત્રો તેનાથી દૂર થઇ ગયા કારણ કે તેનો પતિ તેના પિતાની ઉંમરનો હતો. રોસાના કહે છે કે મોટાભાગના લોકો તેમને પતિ-પત્ની નહીં પણ પિતા-પુત્રી સમજી બેસે છે. તેમને લોકોની નકારાત્મક ભાવનાનો શિકાર થવું પડે છે. જાેકે તે પોતાના પતિ સાથે ઘણી ખુશ છે.SSS