કોલકાતા નગર નિગમની ચૂંટણીમાં મમતાનો દબદબો

કોલકાતા, કોલકાતા નગર નિગમના ૧૪૪ વોર્ડમાં ચૂંટણી માટે મતગણતરી મંગળવારે સવારે શરૂ થઈ ગઈ. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું કે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે શરૂઆતની ટ્રેન્ડમાં જ અન્ય પાર્ટીઓ પર જબરદસ્ત લીડ મેળવી છે. આયોગના એક અધિકારીએ જણાવ્યું કે મતગણતરી સવારે આઠ વાગે શરૂ થઈ હતી. શરૂઆતના ટ્રેન્ડ મુજબ ટીએમસીને ભારે લીડ મળતી જાેવા મળી રહી છે.
ટીએમસીને સૌથી પહેલા લીડ વોર્ડ નંબર ૨૩,૧૧, ૩૧, ૨, ૪ અને સાતમાં મળી. ત્યારબાદ ધીરે ધીરે ટીએમસીના ઉમેદવારોની પકડ સમગ્ર કોલકાતામાં જાેવા મળી.
અત્રે જણાવવાનું કે કોલકાતા નગર નિગમની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું અને તે દરમિયાન ૨ મતદાન કેન્દ્રો પર બોમ્બ ફેંકવા સહિત હિંસાની છૂટી છવાઈ ઘટનાઓ ઘટી હતી. કોલકાતા નગર નિગમ ચૂંટણીમાં લગભગ ૪૦.૫ લાખ મતદારોમાંથી ૬૩ ટકાથી વધુ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ- ૧૪૪ વોર્ડના ટ્રેન્ડ જાેઇએ તો ટીએમસી ૧૩૩,ભાજપ ૩,ડાબેરી ૨ અને કોંગ્રેસ બે ઉપર આગળ છે.HS