વિજ્ય માલ્યા,ચોકસી અને નીરવ મોદીની મિલકત વેચીને ૧૩,૧૦૯ કરોડ વસૂલવામાં આવ્યા

નવીદિલ્હી, લોકસભામાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે બેંકોએ નીરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યાની પ્રોપર્ટી વેચીને ૧૩,૧૦૯ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. આ ઉપરાંત જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા સાત વર્ષમાં સેટલમેન્ટ્સ અને અન્ય પગલાંઓમાંથી રૂ. ૫.૪૯ લાખ કરોડની વસૂલાત કરી છે.
વર્ષ ૨૦૨૧-૨૨ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની બીજી બેચ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતાં નાણામંત્રીએ કહ્યું, “બેંકો સુરક્ષિત છે અને બેંકોમાં થાપણદારોના નાણાં સુરક્ષિત છે.” અર્થવ્યવસ્થા સાથે જાેડાયેલા મોટા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ર્નિમલાએ કહ્યું કે રાજ્યો પાસે પૂરતી રોકડ છે. માત્ર બે રાજ્યોમાં નકારાત્મક રોકડ બેલેન્સ છે.
નાણાં પ્રધાનના જવાબ પછી, લોકસભાએ વર્ષ ૨૦૨૧-૨૨ માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની બીજી બેચ અને સંબંધિત વિનિયોગ બિલને અવાજ મત દ્વારા મંજૂર કર્યું. ૩,૭૩,૭૬૧ કરોડના કુલ વધારાના ખર્ચને અધિકૃત કરવા માટે સંસદની મંજૂરી માંગવામાં આવી છે. આમાં ૬૨ હજાર કરોડ રૂપિયા એર ઈન્ડિયાની બાકીની સંપત્તિ અને જવાબદારીઓ સાથે સંબંધિત છે. આ દરમિયાન વિપક્ષી સભ્યો લખીમપુર ખીરી હિંસા કેસના સંબંધમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને બરતરફ કરવાની માંગ સહિત કેટલાક અન્ય વિષયો પર ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા.
સીતારમણે કહ્યું કે સરકાર ખાદ્ય તેલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સંબંધિત સમસ્યાઓ પર ઈ-જીઓએમ (એમ્પાવર્ડ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ) દ્વારા વિચારણા કરશે. તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રની બેંકોએ છેલ્લા સાત વર્ષમાં સેટલમેન્ટ્સ અને અન્ય પગલાંઓમાંથી રૂ. ૫.૪૯ લાખ કરોડની વસૂલાત કરી છે. દેશ છોડીને ગયેલા લોન ડિફોલ્ટરો પાસેથી નાણાં વસૂલ કરવામાં આવ્યા છે. તેથી આજે બેંકો સલામત છે.
રાજ્યોની નાણાકીય સ્થિતિ અંગે નાણામંત્રીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ૮૬.૪ ટકા રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે, જે વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન આપવામાં આવી હતી.
નાણામંત્રીએ કહ્યું કે મોદી સરકાર ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી જુએ છે. આવી સ્થિતિમાં પૂરક માંગમાં ખાતર સબસિડીના હેડ હેઠળ ૫૮ હજાર કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરની કિંમત ઘણી ઊંચી છે. સરકાર ઇચ્છતી નથી કે ખેડૂતોને નુકસાન થાય. પૂરક માંગનો મોટો હિસ્સો એર ઈન્ડિયા સંબંધિત વસ્તુઓ તરફ જઈ રહ્યો છે.HS