યાકુત્સ્ક વિશ્વનું સૌથી ઠંડુ શહેર: પારો -૮૩ ડિગ્રી

નવી દિલ્હી, ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી હવામાન બદલાયું છે અને પારો નીચે ગગડી રહ્યો છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ વખતે ઠંડી વધશે. આ માટે લોઓએ પોતાના સ્તરે તૈયારીઓ પણ કરી લીધી છે. કોરોનાને લીધે વર્ક ફ્રોમ હોમ હોવાથી ઘણાં લોકોને રાહત મળી છે.
જાેકે, સખતમાં સખત ઠંડી મામલે આપણે ત્યાં દુનિયાના એ ભાગોની સરખામણીમાં વાતાવરણ હળવું છે, જ્યાં ખરેખર હાડ થીજવતી ઠંડી પડે છે. દુનિયાના સૌથી ઠંડા શહેર યાકુત્સ્કમાં -૮૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો રેકોર્ડ નોંધાયો છે. અહીં બધી વસ્તુ બરફ અને ધુમાડાથી ઢંકાયેલી રહે છે.
મિનેસોટાના ઇન્ટરનેશનલ ફાલ્સ નામનું શહેર એટલું ઠંડું છે કે તેને અમેરિકાનું આઈસબર્ગ કહે છે. અહીં રેકોર્ડ -૫૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહી ચૂક્યું છે. આ ઠંડીનું અનુમાન અહીંની સરેરાશ બરફવર્ષા પરથી લગાવી શકાય છે, જે ૭૧.૬ ઇંચ છે. આ આખા અમેરિકામાં સૌથી વધુ છે. જાેકે, ભયંકર ઠંડી હોવા છતાં તે સહેલાણીઓ માટે સ્વર્ગ બન્યું છે. અહીં ગરમીમાં આઈસ ફિશિંગ અને કેનેડાથી બોર્ડર લાગતી હોવાથી ક્રોસ-કન્ટ્રી સ્કીઈંગ પણ થાય છે.
કઝાકસ્તાનના અસ્તાના શહેરમાં જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન -૧૪ ડિગ્રી રહે છે. તો તીવ્ર શિયાળામાં પારો ગગડીને -૬૧ ડિગ્રી પણ જઈ ચૂક્યો છે. આ જ કારણ છે કે સુંદર ઘરો અને મસ્જિદથી ઘેરાયેલા શહેરની સડકો મોટેભાગે ખાલી પડી રહે છે. અહીંની નદીઓ નવેમ્બરથી લઈને એપ્રિલની શરૂઆત સુધી જામેલી રહે છે અને ગરમી આવતાં જ વહેવા લાગે છે.
ઉલાન બાતાર મોંગોલિયાનું સૌથી મોટું શહેર અને રાજધાની છે. સમુદ્રથી લગભગ ૪,૪૩૦ ફૂટની ઉંચાઈ પર આવેલું આ શહેર વિશ્વની સૌથી ઠંડી રાજધાની છે, જ્યાં જાન્યુઆરીમાં સરેરાશ તાપમાન -૨૪ ડિગ્રી સેલ્સિયસ છે, જે ઘટીને -૫૦ ડિગ્રી થઈ શકે છે. આ શહેર તેની વન સંપત્તિ અને સ્થાપત્ય સંસ્કૃતિ માટે પણ જાણીતું છે.
અહીં તિબેટીયન શૈલીના બૌદ્ધ મંદિરો છે, જેને જાેવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. કેનેડાનું શહેર યલોનાઈફ પણ બર્ફીલા તોફાનો માટે જાણીતું છે. સૌથી ઠંડા દેશોમાંનો એક, કેનેડાનો આ ભાગ અત્યંત ઠંડો છે, જ્યાં જાન્યુઆરીનું સરેરાશ તાપમાન -૨૭ ડિગ્રી ઓય છે. ઘટીને તે -૬૦ ડિગ્રી સુધી પણ જાય છે.
જાે કે, રસપ્રદ વાત એ છે કે આ શહેર ઉનાળા દરમિયાન કેનેડામાં સૌથી વધુ ઝળહળતા શહેરોમાંનું એક છે. યલોનાઈફ તેના સખત બરફને કારણે સાહસ પ્રેમીઓનું મક્કા માનવામાં આવે છે. રશિયાનું નોરિલ્સ્ક શહેર વિશ્વના સૌથી ઉત્તર છેડે આવેલું શહેર છે. અહીંની વસ્તી લગભગ એક લાખ જેટલી છે.
શહેરમાં એકથી એક શ્રેષ્ઠ મ્યુઝિયમ અને જાેવાલાયક સ્થળો છે. પરંતુ આ પછી પણ અહીં પ્રવાસનને પ્રોત્સાહન મળી શક્યું નથી, તો તેનું કારણ અહીંનો શિયાળો છે. નોરિલ્સ્કમાં સરેરાશ તાપમાન -૩૦ ડિગ્રી રહે છે, તેમજ તે શિયાળામાં તે -૬૩ ડિગ્રી સુધી ઘટી જાય છે. અહીં એક માઈનિંગ ઇન્ડસ્ટ્રી પણ છે, જેના કારણે શિયાળામાં શહેર કાળા-લાલ ધુમાડાથી ઢંકાઈ જાય છે. એવામાં જાેખમને ધ્યાનમાં રાખીને રશિયન સરકારે વર્ષ ૨૦૦૧માં જ આ શહેરને બહારના પ્રવાસીઓ માટે બંધ કરી દીધું હતું.
યાકુત્સ્ક નામનું રશિયન શહેર આ યાદીમાં ટોચ પર છે, જે વિશ્વનું સૌથી ઠંડુ શહેર માનવામાં આવે છે, જ્યાં માનવ વસ્તી રહે છે. અહીં સૌથી ઠંડું તાપમાન -૮૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અહીં બધી વસ્તુ બરફ અને ધુમાડાથી ઢંકાયેલી રહે છે. રશિયાની લીના નદીના કિનારે આવેલા આ નગરમાં માછલીઓ દુકાનોની બહાર સજાવવામાં આવે છે અને સતત બરફને કારણે તે મહિનાઓ સુધી તાજી રહે છે.
અહીં જિનેવાના ફોટોગ્રાફર Steeve Iuncker એ જાણવા માટે અહીં પહોંચ્યા હતા કે શું અહીંના લોકોના ભાવનાત્મક વ્યવહારમાં કોઈ ફેરફાર થાય છે કે અલગ રીતે વર્તે છે. જાેકે, લાંબા સમય સુધી ફોટોગ્રાફર બહાર જવાની હિંમત કરી શક્યા ન હતા. પછી તેમણે જાણ્યું કે બરફને માનવ લાગણીઓ સાથે કોઈ લેવાદેવા નથી.SSS