સુરત શહેરમાં નકલી પોલીસ બનીને ફરતો શખ્સ ઝડપાયો
સુરત, શહેરના અડાજણ પાટીયા ધબકાર સર્કલ પાસે ગતરોજ ટ્રાફિક પોલીસ ફરજ પર હાજર હતી ત્યારે એક યુવાનને પોલીસે અટકાવ્યો હતો. આ યુવક પોલીસ કર્મચારી ન હોવા છતાં સબંધીના આઇકાર્ડની કલર ઝેરોક્ષ બતાવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી ટ્રાફિક પોલીસના માણસો સાથે એલફેલ વર્તન કરી સરકારી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી.
જેથી પોલીસ કર્મચારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, ટ્રાફિક શાખા રીજીયન ૪માં ફરજ બજાવતા અ.હે.કો. કેતનભાઇ પાલાભાઇ સોલંકી ગતરોજ સાથી પોલીસ કર્મચારીઓ અને ટીઆરબી જવાન સાથે અડાજણ પાટીયા ધબકાર સર્કલ પાસે સાંજે ૬.૩૦ વાગ્યાના અરસામાં ઉભા હતા અને ચેકિંગની કામગીરી કરી રહ્ના હતા. આ સમયે એક યુવક ત્યાંથી પસાર થતા કેતનભાઇએ તેની ગાડી અટકાવી હતી.
જેથી સુનીલ કાંતિભાઇ ઓડ (રહે- સી/૧૦૧ સ્વાગત ઍપાર્ટમેન્ટ સાગર કોમ્પલેક્ષની સામે શ્રીનાથ પેટ્રોલપંપની આગળ આનંદમહેલ રોડ અડાજણ) નામનો ઇસમ પોલીસ કર્મચારી ન હોવા છતાં સબંધીનું આઇ કાર્ડની કલર ઝેરોક્ષ બતાવી પોતાની ઓળખ રાજ્યસેવક (સેંટ્રલ રીઝર્વ પોલીસ) તરીકેની ખોટી ઓળખ આપી હતી.
આ ઉપરાંત તેણે કેતનભાઇ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સાથે જીભાજાડી કરી જારશોરમાં બૂમો પડી સ્થળ પર જાહેરમાં હોબાળો મચાવી પોલીસની સરકારી કામગીરીમાં રુકાવટ ઉભી કરી હતી. જેથી આખરે કેતનભાઇએ આ મામલે પોલીસ કંટ્રોલમાંથી માણસો બોલાવી તેની અટકાયત કરી તેની સામે રાંદેર પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સરકારી ફરજમાં રૂકાવતનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાેકે, આ વ્યક્તિને નકલી અધિકારી બનવા માટે ભારે પડી રહ્યું છે. પોલીસ સ્ટેશન જેવું કાયદેસરની કાર્યવાહી કરી આવી કે, ભૂતકાળમાં નકલી પોલીસ બની ને કેટલા લોકોને છેતર્યા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ વ્યક્તિ વિરુદ્ધ અસંખ્ય ફરિયાદો હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે પોલીસે આ વ્યક્તિ વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી છે.SSS