ભિલોડામાં ખાબકેલ ભારે વરસાદથી બુઢેલી નદીમાં પુરની સ્થિતિ
ભિલોડા:ભિલોડાના સિલાસણ થી ટાકાટુકા તરફ નો ક્રોઝવે ધોવાયો ક્રોઝવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એક વર્ષ પહેલાં જ રૂ. 1.7 કરોડ ના ખર્ચે બનાવવા માં આવ્યો હતો. બુઢેલી નદી માં ધસમસતા પાણી ના ઘોડાપુર નો પ્રવાહ આવવા ના કારણે તુટી જવા પામ્યો હતો.જેના કારણે બંને ગામ તરફ ના 10 થી વધુ ગામ ના લોકો નો સંપર્ક તુટવા પામ્યો છે.
સિલાસણ ગામ ના વિદ્યાર્થીઓ ને અભ્યાસ માટે ટાકાટુંકા જવું પડે છે.ક્રોઝવે પર પાણી ફરી વળવા ના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જઈ શકતા નથી ગામ ના ખેડુતો અને પશુ પાલકો ને પોતાના કામકાજ અર્થે ક્રોજવે ધોવાણના કારણે જઈ શકાતું નથી ટાકાટુકા ગામ ના ખેડુતો ની મોટા ભાગ ની જમીન સિલાસણ ગામે આવેલી છે.ખેતીકામ માટે પણ ખેડુતો જઈ શકતા નથી
ત્યારે તંત્ર દ્વારા ક્રોઝવે ની નબળી કામગીરી ના કારણે બંને ગામ ના લોકો ખેડુતો અને વિદ્યાર્થીઓ ને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે લોકો ના ટેક્ષ ના કરોડો પરસેવા ના રૂપિયા પાણી માં ગયા હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે ગ્રામજનો ની માંગ છે કે બુઢેલી નદી પર પુલ બનાવવા માં આવે તેવી પ્રબળ લોકો માગણી છે.