માતાએ દારૂ પીને મારઝૂડ કરતા પુત્રને જેલમાં ધકેલ્યો

પ્રતિકાત્મક
પટના, કહેવામાં આવે છે કે, માતા અને પુત્રનો સબંધ ઘણો પ્રેમાળ હોય છે પરંતુ બિહારના આરા ખાતે એક પુત્ર પોતાની જ માતાના લોહીનો તરસ્યો છે. તેમણે માતા રમાવતી દેવીને ધમકી આપી છે કે, જે દિવસે તે જેલમાંથી બહાર નીકળશે તે દિવસે સૌથી પહેલા તેને મારી નાખશે.
હકીકતમાં કેટલાક દિવસ પહેલા ૨૫ વર્ષનો આદિત્ય રાજ ઉર્ફે બીટ્ટુએ દારૂ પીને પોતાની માતા સાથે મારપીટ કરી હતી. પુત્રની હરકતોથી કંટાળીને માતાએ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. ગઈ ૨૦ ડિસેમ્બરે દારૂ પ્રતિબંધ કાયદા હેઠળ આદિત્યને પાંચ વર્ષની જેલની સજા અદાલતે સંભળાવી હતી. પોતાના પુત્રને મળવા માટે જેલમાં પહોંચેલી રમાવતી દેવીને ધમકી આપી કે, સૌથી પહેલા તે તેને જ મારી નાખશે.
રમાવતી દેવીએ જણાવ્યું કે, તેમના નાના પુત્ર આદિત્યને છેલ્લા ૧૦ વર્ષથી દારૂ પીવાની આદત છે જ્યારે તે દારૂ પીને આવતો ત્યારે ઘરમાં મારપીટ કરતો હતો જેના કારણે તેમના પિતા બિપિન બિહારીની માનસિક સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. તેમણે આગળ જણાવ્યું કે, આદિત્ય દરરોજ શરાબ પીવા માટે તેમની પાસે રૂપિયા માગતો હતો ને જ્યારે રૂપિયા ના આપે ત્યારે મારપીટ કરતો અને રૂમમાં બંધ કરીને ગળુ પણ દબાવી દેતો હતો. તેના ડરથી કેટલીય વાર પડોશીના ઘરે છુપાઈ જતી પરંતુ જ્યારે તેની જાણ આદિત્યને થતી ત્યારે તે પડોશીઓ સાથે પણ મારપીટ કરતો હતો.
રમાવતીએ જણાવ્યું કે, તે મોટે ભાગે તેના મિત્રો સાથે ઘરની અગાશી પર દારૂ પીતો હતો. રૂપિયા પીધા બાદ ઘરમાં જ બોટલો મૂકી દેતો જેના કારણે બધાનું રહેવું મુશ્કેલ થઈ ગયું છે. જ્યારે અમે જમવા બેસતા ત્યારે તે થાળી છીનવી લઈને ફેંકી દેતો અને રૂપિયા માગતો અને રૂપિયા ન આપતા દર મિનિટે ૧૦૦૦ રૂપિયા વધારી દેતો અને રૂપિયા ના આપીએ તો બધાને મારી નાખવા તત્પર રહેતો હતો.
આદિત્ય રૂપિયા પીવાના કારણે ત્રીજી વખત જેલમાં ગયો છે. રમાવતીએ જણાવ્યું કે, આદિત્ય બે વાર જેલમાં જઈ ચૂક્યો છે પરંતુ આ વખતે તેને ૫ વર્ષની સજા અપાવી છે એ આશા સાથે કે તેમનો પુત્ર જેલમાં રહ્યા બાદ સુધરી જશે.
રમાવતીએ જણાવ્યું કે, બિહારમાં દારૂબંધી છે, પરંતુ મારો પુત્ર રોજ રૂપિયા પીને જ ઘરે આવતો હતો. નીતીશ કુમારે તો બંધ કરી દીધું છે પરંતુ વેચનારા વેચી રહ્યા છે અને પીનારા પી રહ્યા છે.SSS