વેનેઝુએલામાં ૨ રૂપિયાથી પણ ઓછી કિંમતે પેટ્રોલ મળે છે

નવી દિલ્હી, વધતાં જઈ રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે દુનિયાના કેટલાંક દેશ એવા છે જ્યાં હજુ પણ એક લીટર પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું છે. ભારતમાં બોટલ પાણીના સરેરાશ ૨૦ રૂપિયા છે. પરંતુ આ દેશોમાં પેટ્રોલ ૨૦ રૂપિયાથી પણ સસ્તું છે.પેટ્રોલની વધતી કિંમતે લોકોને પરેશાન કરી દીધા છે.
ભારતના અનેક શહેરોમાં હજુ પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરથી ઉપર વેચાઈ રહ્યું છે. ભારત જ નહીં તમામ દેશોમાં પેટ્રોલની કિંમત સતત વધી રહી છે. દુનિયાભરમાં પેટ્રોલની સરેરાશ કિંમત ૯૧ રૂપિયા પ્રતિ લિટર છે. પરંતુ તેની વચ્ચે દુનિયાના કેટલાંક દેશ એવા છે જ્યાં હજુ પણ એક લીટર પેટ્રોલ પાણી કરતાં પણ સસ્તું છે.
ભારતમાં બોટલ પાણીના સરેરાશ ૨૦ રૂપિયા છે. પરંતુ આ દેશોમાં પેટ્રોલ ૨૦ રૂપિયાથી પણ સસ્તું છે. આજે અમે તમને ૫ એવા દેશના નામ જણાવીશું, જ્યાં પેટ્રોલ ૨૫ રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછા ભાવે વેચાઈ રહ્યું છે. અમેરિકાનો પાડોશી દેશ વેનેઝુએલા અત્યારે રાજકીય અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યો છે.
આ દેશમાં કાચા તેલનો વિશાળ ભંડાર છે. પરંતુ અહીંયા મોંઘવારી તેની ચરમ સીમાએ છે. Globalpetrolprices.comના જણાવ્યા પ્રમાણે વેનેઝુએલામાં પેટ્રોલ ૨ રૂપિયાથી પણ ઓછી કિંમતે વેચાઈ રહ્યું છે. વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ કાચા તેલનો મોટો ભંડાર છે.
ઈરાનથી કાચા તેલ ખરીદવામાં ભારત પણ છે. જાેકે ઈરાનમાં એક લીટર પેટ્રોલ ભારતીય રૂપિયામાં ૩.૮૬ રૂપિયે પ્રતિ લીટર રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અમેરિકાના પ્રતિબંધના કારણે ઈરાન ખુલ્લા બજારમાં કાચા તેલનું વેચાણ કરી શકતું નથી. આ દેશ સિવાય સીરિયામાં એક લીટર પેટ્રોલ ૧૬ રૂપિયામાં મળે છે.
સીરિયાના આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. છેલ્લાં એક દાયકામાં આ દેશ આંતરિક ઝઘડાના કારણે પાછળ જઈ રહ્યો છે. આ સિવાય અંગોલામાં એક લીટર પેટ્રોલ ૨૧.૩૭ રૂપિયામાં મળે છે. ભારતીય રૂપિયાના હિસાબે નાઈજીરિયામાં એક લીટર પેટ્રોલ ૨૪.૮૮ રૂપિયામાં મળે છે. તો કુવૈતમાં એક લીટર પેટ્રોલ ૨૬ રૂપિયામાં મળે છે.SSS