અભિનેત્રી કેટરિના કૈફ લગ્ન બાદ સેટ પર પાછી ફરશે
મુંબઈ, ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નની ખૂબ ચર્ચા રહી હતી. ૯ ડિસેમ્બરે કેટરિના અને વિકીએ લગ્ન કર્યા બાદ પતિ-પત્ની તરીકેની તસવીરો શેર કરી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. આ સિવાય કપલે હલદી, મહેંદી જેવા પ્રી-વેડિંગ ફંક્શનની ઝલક બતાવી હતી.
રાજસ્થાનના સિક્સ સેન્સિસ ફોર્ટમાં લગ્ન કર્યા બાદ વિકી અને કેટરિના ટૂંકા હનીમૂન માટે ગયા હતા. ૧૪ ડિસેમ્બરે ‘મિસ્ટર એન્ડ મિસિસ કૌશલ’ મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈ આવ્યા બાદ વિકી કૌશલ તો શૂટિંગમાં જાેડાઈ ગયો છે. ત્યારે હવે તેની પત્ની કેટરિના કૈફ પણ ફરીથી શૂટિંગ શરૂ કરવા તૈયાર છે.
અગાઉ ચર્ચા હતી કે, લગ્ન બાદ કેટરિના કૈફ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’નું શૂટિંગ કરશે. પરંતુ કેટરિનાનો લગ્ન પછીનો પહેલો પ્રોજેક્ટ હશે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ. આગામી થોડાક દિવસમાં જ કેટરિના ફરીથી શૂટિંગ શરૂ કરવાની છે.
કેટરિનાની આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના જ સ્ટુડિયોમાં થવાનું છે. કેટરિના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કરવા માટે નવેમ્બરના અંતથી શૂટિંગમાંથી બ્રેક લીધો હતો. લગ્ન બાદ કપલ ટૂંકા હનીમૂન માટે માલદીવ્સ ગયું હતું. ત્યાંથી પાછા આવ્યા પછી રવિવારે (૧૯ ડિસેમ્બર) કપલના નવા ઘરમાં ગૃહપ્રવેશ પૂજા યોજાઈ હતી. જે બાદ સોમવારે વિકી કૌશલ એરપોર્ટ જાેવા મળ્યો હતો. મતલબ કે, એક્ટર આગામી પ્રોજેક્ટના શૂટિંગ માટે મુંબઈની બહાર જતો રહ્યો છે.
વિકી કૌશલ મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’નું શૂટિંગ શરૂ કરવાનો છે. આ ફિલ્મમાં વિકી સાથે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પણ છે. વિકીએ કામ શરૂ કરી દીધું છે ત્યારે મિસિસ કૌશલ પણ જલદી જ કેમેરાનો સામનો કરશે. વર્કફ્રંટની વાત કરીએ તો, વિકી કૌશલ પાસે ‘સેમ બહાદુર’ ઉપરાંત ‘ગોવિંદા નામ મેરા’, ‘ધ ઈમમોર્ટલ અશ્વત્થામા’ જેવી ફિલ્મો છે. જ્યારે કેટરિના પાસે ‘ટાઈગર ૩’ અને ‘મેરી ક્રિસમસ’ ઉપરાંત ‘ફોન ભૂત’, ‘જી લે ઝરા’ જેવી ફિલ્મો છે. ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરિના પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે જાેવા મળશે.SSS