સાંસદો વચ્ચે થઈ છૂટા હાથની મારામારી, ઈલેક્ટ્રોનિક પેમેન્ટ ટેક્સને લઈ ઘર્ષણ
નવીદિલ્હી, ઘાનાની સંસદમાંથી ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીં એક બિલને લઈ થયેલી ચર્ચા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે છૂટા હાથની મારા-મારી થઈ હતી. ઉગ્ર ચર્ચાથી શરૂ થયેલો હોબાળો મારામારી સુધી પહોંચ્યો.
ઘાનાની સંસદમાં વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સોમવારે સંસદમાં ઈલેક્ટ્રોનિક પેમેન્ટ ટેક્સ પર ચર્ચા થઈ રહી હતી.આ દરમિયાન વિપક્ષી સાંસદોએ હોબાળો શરૂ કર્યો અને સૂત્રોચ્ચાર કરતા સંસદના ચેમ્બર સામે પહોંચી ગયા. તેના પછી સાંસદોએ મારામારી શરૂ દીધી.
જાેકે હોબાળો વધે તે પહેલા જ સિક્યોરિટીમાં તૈનાત માર્શલોએ સ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનો કોઈ પણ પ્રયાસ કામ ના આવ્યો. આ વચ્ચે કેટલાક સાંસદોએ ખુરશી ઉઠાવી ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમા તેઓ સફળ ના થઈ શકયા.એક અહેવાલ મુજબ ગૃહમાં હોબાળા વચ્ચે કેટલાક લોકોએ ભાગી પોતાનો જીવ બચાવ્યો તો કોઈએ જેમ-તેમ કરી જીવ બચાવતા નજરે પડ્યા.
ઉલ્લેખનીય છે કે અહીંયાની સરકાર સંસદમાં ઈ પેમેન્ટ એટલે મોબાઈલ દ્વારા થતા પેમેન્ટ પર ટેક્સ વસુલવાનો પ્રસ્તાવ લાવી હતી. આ બિલ હેઠળ મોબાઈલ મની પેમેન્ટ ટ્રાન્જેક્શન પર સરકારે કુલ બિલના ૧.૭૫ ટકા ટેક્સ લગાવવાની દરખાસ્ત રાખી હતી. જેને લઈ વિપક્ષ એટલો આક્રમક થઈ ગયો કે અચાનક શું થઈ ગયું તે કોઈ સમજી પણ શક્યું નહીં.
નોંધનિય છે કે ઘાનાની ગણતરી પશ્ચિમ આફ્રિકાના ગરીબ દેશોમાં થાય છે. આવી સ્થિતિમાં સામાન્ય જનતાના ખિસ્સા પર આ બોજ નાખવામાં આવતા વિપક્ષે એકતા દર્શાવી હતી.HS