સંસદમાં હંગામાની જગ્યાએ ચર્ચા કરવા થરૂરની સલાહ
નવી દિલ્હી, કોંગ્રેસના કેરાલાના સાંસદ અને યુપીએ સરકારના પૂર્વ મંત્રી શશી થરુરે વિપક્ષ દ્વારા લોકસભા અને રાજ્યસભામાં કરાયેલા હંગામા પર નારાજગી વ્યક્ત કરી છે. થરુરે એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, આપણે હંગામો કરવાની જગ્યાએ સંસદમાં ચર્ચા કરવાની જરુર છે.
સંસદની કાર્યવાહી નહીં ચાલવા નહીં દેવાના વલણના કારણે વિપક્ષી પાર્ટીઓ હાંસિયામાં ધેકલાઈ રહી છે.જાેકે કેટલીક વખત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરકાર મંજૂરી નહીં આપતી હોવાથી સાંસદો નિરાશ થતા હોય છે.
થરુરને રાહુલ ગાંધી અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યુ હતુ કે, બહુ સ્પષ્ટ કહું તો જે લોકો પરિવારના કારણે છે તેઓ ચૂંટાઈ પણ શકે છે.કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં દાયકાઓથી ગાંધી અને નહેરુ પરિવાર પ્રત્યે વફાદારીના ભાવના છે અને જાે રાહુલ ગાંધી પાર્ટીની ચૂંટણી લડે તો તે ચૂંટાઈ આવશે તેમાં શંકા નથી.SSS