અમદાવાદ-મુંબઈ શતાબ્દી હવે ગાંધીનગર સુધી જશે
અમદાવાદ, ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના લોકોને રાહત આપનારો એક ર્નિણય પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ હવે ગાંધીનગરથી ઉપડશે અને ગાંધીનગર સુધી જશે. ઉલ્લેખનીય છે કે મુંબઈથી ઉપડતી આ ટ્રેન પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન સુધી આવતી હતી, પરંતુ હવે તે આગળ ગાંધીનગર સુધી જશે.
પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે, શુક્રવાર એટલે કે ૨૪મી ડિસેમ્બરથી આ ર્નિણયને અમલમાં મૂકવામાં આવશે. શુક્રવારથી ટ્રેન ગાંધીનગર સુધી જવાની શરુઆત કરશે. સવારે ૬.૧૦ વાગ્યે શતાબ્દી એક્સપ્રેસ મુંબઈથી નીકળશે અને બપોરે ૧૨.૨૨ વાગ્યે તે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પહોંચશે.
આ ટ્રેન ૧૨.૩૭ના સુમારે અમદાવાદથી ગાંધીનગર જવા નીકળશે અને ૧.૪૦ની આસપાસ ગાંધીનર પહોંચી જશે. પહેલા આ ટ્રેન મુંબઈથી સવારે ૬.૪૦એ નીકળતી હતી અને ૧૨.૫૫એ અમદાવાદ પહોંચી જતી હતી. આ જ પ્રકારે ટ્રેન ગાંધીનગરથી બપોરે ૨.૨૦ વાગ્યે નીકળશે અને ૩.૦૫ સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશન પહોંચી જશે.
ટ્રેન મુંબઈ સ્ટેશન ૯.૪૫એ પહોંચશે. અગાઉ ટ્રેન અમદાવાદથી ૨.૫૦એ ઉપડતી હતી અને ૯.૨૦ સુધીમાં મુસાફરોને મુંબઈ પહોંચાડી દેતી હતી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, લોકલ ટ્રેન સિવાય શતાબ્દી ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી ઉપડતી પાંચમી ટ્રેન હશે. આ પહેલા ઈન્દોર જતી શાંતિ એક્સપ્રેસ હરિદ્વાર જતી યોગા એક્સપ્રેસ, વારાણસી જતી ય્દ્ગઝ્ર મ્જીમ્ જીઁન્, અમદાવાદ થઈને દિલ્હીથી મુંબઈ જતી ગરીબરથ ટ્રેન ગાંધીનગર સ્ટેશન પર રોકાતી હતી.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં મોટી સંખ્યામાં મહેમાનો અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. એક અધિકારી જણાવે છે કે, વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા મુંબઈથી આવતા મહેમાનોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ સમયે ટ્રેનનો રુટ લંબાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હોઈ શકે છે.SSS