Western Times News

Gujarati News

પાટડીના વેપારીઓ સાથે ધોળા દિવસે છેતરપિંડીની ઘટનાથી ચકચાર

સુરેન્દ્રનગર, પાટડી નગરના બે વેપારીઓ સાથે પર પ્રાંતિય બે યુવકો જાદુ ટોના કરી બે-બે હજારની છેતરપિંડી કરી રફુચક્કર થઇ ગયાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. બાઇક પર આવેલા બે ગઠીયાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા પાટડીના અન્ય વેપારીઓ અને દુકાનદારો સચેત થઇ ગયા હતા. પાટડી નગરના બે વેપારીઓ સાથે પર પ્રાંતિય બે યુવકો જાદુ ટોના કરી બે-બે હજારની છેતરપિંડી કરી રફુચક્કર થઇ ગયાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.

આ બનાવની પાટડીના વેપારીઓ પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર બે પર પ્રાંતિય બે યુવકો બાઇક પર આવી જે તે વેપારીની દુકાને આવી રૂ.બે હજારની નોટ આપીને રૂ. ૨૦૦ની ખરીદી કરી હતી. ભોગ બનેલા વેપારીઓના જણાવ્યાનુસાર ખરીદી બાદ રૂ. ૨૦૦ કાપી રૂ. ૧૮૦૦ પાછા આપવાના બદલે અમે અચાનક ભાન ભુલીને રૂ. ૧૮૦૦ની સાથે રૂ. ૨૦૦૦ની નોટ અમે પાછી આપી દીધી હતી. થોડી વાર પછી અમને ભાન આવતા અમારી સાથે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળ્યું હતુ.

આ બાબતે પોલિસ તંત્રને ટેલિફોન દ્વારા જાણ કરાતા પોલિસ તંત્ર દ્વારા ગામના વિવિધ સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી એ બંને પર પ્રાંતિય ગઠીયાઓના ફોટા મેળવી વેપારીઓને બતાવતા વેપારીઓએ આ બંને યુવકોને ઓળખી બતાવ્યા હતા. ત્યારબાદ પોલિસ દ્વારા આ બંને બાઇક સવાર ગઠીયાઓની આખા પાટડી નગરમાં સઘન તપાસ કરવા છતાં કોઇ જ અત્તો પત્તો લાગ્યો નહોતો.

પાટડી નગરજનો દ્વારા વિવિધ વ્હોટ્‌સઅપ ગૃપમાં આ બંને ગઠીયાઓના સીસીટીવી ફુટેજના ફોટા મૂકી સાવચેત રહેવાના મેસેજ ફરતા થતા પાટડી નગરના અન્ય વેપારીઓ અને દુકાનદારો સચેત થઇ ગયા હતા. થોડા સમય અગાઉ પાટડી કેટલાક વેપારીઓ સાથે આ જ રીતે છેતરપિંડી થઇ હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.