શ્રીજીતા ડેએ એફિલ ટાવરની સામે બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ

મુંબઇ, ઉતરણ ફેમ એક્ટ્રેસ શ્રીજીતા ડેએ પોતાના જર્મન બોયફ્રેન્ડ માઈકલ બ્લોહ્મ પેપે સાથે ડિસેમ્બર ૨૧ના રોજ પેરિસમાં સગાઈ કરી દીધી છે. એક્ટ્રેસ શ્રીજીતા ડેએ સોશિયલ મીડિયામાં એફિલ ટાવર સામેના રોમેન્ટિક ફોટોસ શેર કરીને ફેન્સને સગાઈની ખુશખબર આપી હતી. પોસ્ટ શેર કરતાં શ્રીજીતાએ લખ્યું હતું કે, આ એક સ્વપ્ન જેવું છે.
શ્રીજીતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના જર્મન બોયફ્રેન્ડ સાથે ખુબ જ રોમેન્ટિક ફોટોસ શેર કર્યા હતા, જેમાં દુનિયામાં પ્રેમના પ્રતીક સમાન એફિલ ટાવરની સામે કિસ કરતાં નજરે જાેવા મળે છે. માઈકલે એક્ટ્રેસ શ્રીજીતાને ખુબ જ રોમેન્ટિક અંદાજમાં પ્રપોઝ માર્યું હતું. એફિલ ટાવરની સામે તમારા પાર્ટનરને પ્રપોઝ કરવું એ દુનિયામાં આજે પણ સૌથી રોમેન્ટિક પ્રપોઝલ માનવામાં આવે છે, અને શ્રીજીતા માટે આ એક ડ્રીમ પ્રપોઝલ હતું.
પિક્ચર્સમાં કપલ સુપર હેપ્પી દેખાઈ રહ્યા છે અને સ્પેશિયલ મુમેન્ટ શેર કરતાં તેમના ચહેરા પર રોનક જાેવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યાં બાદ શ્રીજીતાએ કેપ્શનમાં લખ્યું હતું કે, એક સ્વપ્નની જેમ મારી સિન્ડ્રેલા સ્ટોરી’ હકીકત બની ગઈ! શ્રીજીતાની આ પોસ્ટ ઉપર બોયફ્રેન્ડ અને હવે મંગેતર માઈકલે પણ કોમેન્ટ કરી હતી અને લખ્યું હતું કે, આઈ લવ યુ શ્રીજીતા ડે. તું હંમેશા માટે મારી છે.
આ ઉપરાંત કોમેન્ટ સેક્શનમાં કપલના નજીકના દોસ્તોએ પણ કોમેન્ટ કરી હતી અને તેઓને શુભકામનાઓ પાઠવી હતી. એક્ટ્રેસ આશ્કા ગોરડિયાએ કોમેન્ટ કરતાં લખ્યું હતું કે, કોન્ગ્રેચ્યુલેશન બેબી, અમે તમને બંનેને લવ કરીએ છીએ. જ્યારે રિદ્ધિમા તિવારીએ કોમેન્ટમાં લખ્યું હતું કે, તમને બંનેને શુભકામના.
શ્રીજીતાની સાથે માઈકલે પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આ ગુડ ન્યૂઝ આપ્યા હતા. ફોટોસને શેર કરતાંની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ૨૧.૧૨.૨૧- તેણે મને હા કહ્યું! ઉલ્લેખનીય છે કે, સગાઈ કરતાં પહેલાં બંને એકબીજાને ૨ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. બંને જણા એકબીજા સાથેના ફોટોસ સોશિયલ મીડિયામાં શેર કરતા હતા.
એક ઈન્ટરવ્યૂમાં શ્રીજીતાએ પોતાના રિલેશન અંગે ખુલીને જણાવ્યું હતું કે, માઈકલ ખુબ જ સપોર્ટિવ, મોટિવેટિંગ અને મારો સાચો મિત્ર છે. કામના દબાણ કે અન્ય કોઈ રીતે પણ એવાં કેટલાય દિવસો હોય છે કે જ્યારે તમને કાંઈ સારું લાગતું નથી અને આ સમયે તે મને સતત પ્રેરણા આપતો રહે છે અને જેને કારણે હું મારી તમામ ચિંતાઓ ભૂલી જાઉં છું.SSS