ગાંધી ગાથા સાથે વિજીઈસી વિદ્યાર્થીઑની હેરીટેજ વોક
મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવણીના ભાગ રૂપે વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ (વીજીઈસી), ચાંદખેડાએ ઇનવીનસીબલના સહયોગથી 02 ઓક્ટોબર, બુધવારે “ગાંધી ગાથા” સાથે છઠ્ઠા હેરિટેજ વોક (વારસો 6.0) નું આયોજન કર્યું હતું કે જેથી વિધ્યાર્થીઓ ગાંધી વિચારો સાથે વારસા અને સંસ્કૃતિ ને જાણી શકે.
90 વિદ્યાર્થીઓ સાથે હેરિટેજ વોક સિદી સૈયદ મસ્જિદથી સવારે 7.30 વાગ્યે શરૂ થઈ હતી અને કાલુપુરના સ્વામિનારાયણ મંદિરે 11 વાગે પૂર્ણ થઇ હતી. ભદ્ર કિલ્લા, તીન દરવાજા, જામા મસ્જિદ, અહમદશાહ મકબરા, રાણીના હજિરા, એમ જી હવેલીઓ, હરકુવર દાસની હવેલી, હાજા પટેલ પોળ, કાલા રામજી મંદિર, અસ્તપદી જૈન મંદિર, દલપત ચોક, વગેરે સ્થાનોની મુલાકાત લેવાઈ હતી. સત્ય, અહિંસા, સાદગી અને સ્વચ્છતા ને કેન્દ્ર સ્થાને રાખી ગાંધીજી ના જીવન પ્રસંગો ને ગાંધી ગાથા તરીકે વોક દરમ્યાન ચાર સ્થળો પર વિધ્યાર્થી સાગર સોલંકી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
ફેકલ્ટી કો-ઓર્ડિનેટર ડો. વસીમ કુરેશીએ જણાવ્યું હતું કે, “હેરિટેજ રુટ પર, એન્જીનિયરીંગ ના વિધ્યાર્થીઓ સમૃધ્ધ સાંસ્ક્રુતિક અને સ્થાપથ્ય વારસા વિષે ઘણું શીખ્યા. તેઓ આ ખાસ દિવસે, વિવિધ સ્મારકો ની મુલાકાત કરી ને ધાર્મિક સાયુજ્ય વિષે પણ અનુભવ મેળવી શક્યા.”
આચાર્ય ડો. આર. કે ગજ્જરે પ્રાસંગિક જણાવ્યુ હતું કે. “ગાંઘી મૂલ્યો એ આજે પણ અને કોઈ પણ સમય માટે એટલા જ પ્રસ્તુત છે. ગાંધી ગાથા દ્વારા હેરિટેજ વોકમાં વિધ્યાર્થીઓ ને આ મૂલ્યો જીવનમાં ઉતારવા અને આત્મસાત કરવા પ્રોત્સાહિત કરાયા.”