લુધિયાણાની કોર્ટમાં કરવામાં આવેલા ધડાકામાં આરડીએક્સનો ઉપયોગ થયો હતો

લુધિયાણા, પંજાબમાં લુધિયાણાની જિલ્લા અદાલતના એક રૂમમાં એકાએક જાેરદાર બોમ્બ ધડાકો થયો હતો અને તેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આ બ્લાસ્ટ કરવા માટે આરડીએકસ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ફોરેન્સિક તપાસમાં આ ધડાકો કરવામાં આવ્યો છે અને આરડીએક્સ કેવી રીતે રાજ્યમાં પહોંચી જાય છે અને કોણ મંગાવે છે તે બારામાં તપાસ આગળ ધપાવવામાં આવી છે.
જાેકે આ કારની પાછળ આતંકવાદી સંગઠન જવાબદાર છે તેવી હકીકત ઉજાગર થઇ ગઇ છે પરંતુ સ્થાનિક લેવલ પર આતંકવાદી સંગઠન અને કોણ સહાયતા કરી રહ્યું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે અને ગણતરીના દિવસોમાં જ કેટલાક લોકોની ધરપકડ પણ થઈ શકે છે તેમ તપાસનીશ અધિકારીઓને જણાવ્યું છે.HS