ગોવા ટીએમસીને મોટો ઝટકો, ૫ એઆઇટીસી સભ્યોએ રાજીનામા આપ્યા

પણજી, તૃણમૂલ કોંગ્રેસના ગોવા યુનિટને મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં આગામી મહિને યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં પાર્ટી એઆઇટીસી ગોવાના પાંચ પ્રાથમિક સભ્યોએ રાજીનામાં આપી દીધા છે. ગોવાના ભૂતપૂર્વ ધારાસભ્ય લવૂ મામલેદાર માત્ર ૩ મહિનામાં જ ટીએમસીથી મોહભંગ થઈ ગયો છે. આ દરમિયાન તમામ સભ્યોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
જ્યાં તેમના રાજીનામા પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાર્ટીનો ઇરાદો ગોવાના લોકોને એકબીજામાં વહેંચવાનો છે અને આ જ કારણ છે કે પાંચ પ્રાથમિક સભ્યોએ ટીએમસીથી અલગ થયા છે. ગોવાના પૂર્વ ધારાસભ્ય લવુ મામલેદારે કહ્યું કે તેઓ સપ્ટેમ્બરમાં ટીએમસીમાં જાેડાયા હતા. તેમણે કહ્યું કે તેઓ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત થયા છે.
પોંડાના પૂર્વ બીજેપી ધારાસભ્યએ કહ્યું કે પાર્ટીમાં આવ્યા પછી તેમને ત્યાંની સંસ્કૃતિનો અનુભવ થયો. આ સાથે લવુ મામલતદારે પાર્ટી પર સાંપ્રદાયિક હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેણે રાજ્યમાં મત માટે હિંદુઓ અને ખ્રિસ્તીઓને વહેંચવાનો પ્રયાસ કર્યો.
આ સ્થિતિમાં સપ્ટેમ્બરમાં કેટલાક અન્ય સ્થાનિક નેતાઓ સાથે મમતા બેનર્જીની આગેવાની હેઠળની પાર્ટીમાં જાેડાયાના લગભગ ત્રણ મહિના પછી તેમનું રાજીનામું આવ્યું છે.
લવૂ મામલેદાર સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ટીએમસીમાં જાેડાયા હતા. પરંતુ હવે તેમણે ટીએમસી પર સાંપ્રદાયિક આરોપ લગાવતા ટીએમસી છોડી દીધી છે. લગભગ ૩ મહિનામાં જ તેમનો પક્ષમાંથી મોહભંગ થઈ ગયો છે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે ટીએમસીએ ફેબ્રુઆરી ૨૦૨૨ માં યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણીમાં તમામ ૪૦ બેઠકો પર લડવાનો ર્નિણય કર્યો છે.
આ સ્થિતિમાં લવૂ મામલેદારે આરોપ લગાવ્યો છે કે ટીએમસી મહિલાઓ માટે કલ્યાણ યોજનાઓ શરૂ કરવાના નામે લોકોનો ડેટા એકત્ર કરી રહી છે.ટીએમસીએ વચન આપ્યું છે કે જાે તે ગોવામાં સત્તા પર આવશે તો તે મહિલાઓ માટે કલ્યાણકારી યોજનાઓ શરૂ કરશે.HS