કોરોનાને કારણે અમેરિકા-આયર્લેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે રદ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/C-1.jpg)
મુંબઇ, આજે દુનિયાભરમાં કોરોના મહામારીએ પોતાનો કહેર વરસાવ્યો છે. આ મહામારીથી ક્રિકટ જગત પણ અલગ રહી શક્યુ નથી. સમયાંતરે આ મહામારીએ રમત-ગમતની દુનિયાને પણ પોતાની ઝપેટમાં લઈ લીધુ છે. રમત જગતમાં ક્રિકેટ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયુ છે.
તાજેતરનો મામલો અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વ્હાઈટ બોલ સીરીઝથી જાેડાયેલો છે, જ્યાં કોરોનાએ તબાહી મચાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, આ સીરીઝમાં એમ્પાયરિંગ ટીમનો એક સભ્ય કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, ત્યારબાદ બન્ને ટીમો વચ્ચે રવિવારે રમાનારી પ્રથમ વનડે મેચ રદ્દ કરવામાં આવી છે. પ્રથમ વનડે ફ્લોરિડાનાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાવવાની હતી. અમેરિકા ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “યુએસએ ક્રિકેટ આયર્લેન્ડ અને આઇસીસી સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે બાકીની સીરીઝ થઈ શકે.
રિપોર્ટ અનુસાર અમેરિકન કેમ્પનો એક નેટ બોલર પણ પોઝિટિવ જાેવા મળ્યો છે. જાેકે તે યુએસ ટીમનો ભાગ નથી. યજમાન ટીમનાં ક્રિકેટ બોર્ડે કહ્યું કે, આયર્લેન્ડ અને અમેરિકા વચ્ચેની ત્રણ મેચની વનડે સીરીઝની બાકીની બે મેચ તેમના સમયપત્રક અનુસાર રમાશે. આ મેચો ૨૮ અને ૩૦ ડિસેમ્બરે રમાશે.HS