વ્લાદીમીર પુતિનની ટિપ્પણના પાક.માં ભરપૂર વખાણ થયા

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૨૩ ડિસેમ્બરે થયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે પયગંબર મોહમ્મદનુ અપમાન કરવુ અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભાગ નથી.
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે પયગંબરનુ અપમાન કરવુ ધાર્મિક આઝાદીનુ ઉલ્લંઘન કરવુ છે. તેમણે એ પણ કહ્યુ કે પયગંબરનુ અપમાન ઈસ્લામને માનનારા લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવી છે.
તેમણે રશિયાના લોકોના વખાણ કર્યા છે અને તેમને અન્ય દેશોના નાગરિકોની અપેક્ષા વધારે સહિષ્ણુ ગણાવી છે. વ્લાદિમીર પુતિનના આ નિવેદનનુ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સ્વાગત કર્યુ અને કહ્યુ છે કે ઈસ્લામોફોબિયા વિરુદ્ધ આ પ્રકારના સંદેશ આપવાની જરૂર છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ પણ વ્લાદિમીર પુતિનના નિવેદનનુ સ્વાગત કર્યુ છે. પાકિસ્તાનના સોશ્યલ મીડિયા પર પણ લોકો વ્લાદિમીર પુતિનના ખૂબ વખાણ કરી રહ્યા છે.
રશિયા અનુસાર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રશિયા રાષ્ટ્રપતિએ કલાત્મક આઝાદી પર જાેર આપ્યુ. તેમણે એ પણ કહ્યુ કે કલાત્મક આઝાદીમાં ધાર્મિક આઝાદીનુ ધ્યાન રાખવામાં આવે. તેમણે કહ્યુ કે કલાત્મક આઝાદીની એક સીમા હોય છે. એવી આઝાદીનો ઉપયોગ બીજા સમુદાયોની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે થવો જાેઈએ નહીં.
વ્લાદિમીર પુતિને રશિયાના લોકોના વખાણ કરતા કહ્યુ કે અન્ય દેશોના નાગરિકોની અપેક્ષા રશિયાના લોકોમાં બીજા ધર્મોનુ સન્માન કરવાની ક્ષમતા વધારે છે. તેમનુ કહેવુ હતુ કે રશિયા અન્ય સંસ્કૃતિઓ અને ધર્મોનુ સન્માન કરે છે અને રશિયાનો સમાજ એક બહુ-જાતીય અને બહુ-સાંસ્કૃતિક સમાજ તરીકે વિકસિત થયો છે.
રાષ્ટ્રપતિ પુતિને તે લોકોની પણ ટીકા કરી જે અંગત તસવીરને દ્વિતીય વિશ્વ યુદ્ધમાં માર્યા ગયેલા રશિયા સૈનિકોની તસવીર જણાવીને શેર કરી રહ્યા છે.SSS