Western Times News

Gujarati News

રેંગિગ મામલે ૧૫માંથી છ વિદ્યાર્થીની હોસ્ટેલથી હકાલપટ્ટી

જામનગર, જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજના ૧૫ વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ કમિટી દ્વારા રેગિંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. તેમાંથી છને કાયમી ધોરણે હોસ્ટેલમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને અન્યને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવી રહ્યુ હોવાની કોલેજના આચાર્યને ફરિયાદ મળી હતી. જેને આધારે એન્ટિ રેગિંગ કમિટીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હોસ્ટેલના ૧૫ વિદ્યાર્થીએ જૂનિયર વિદ્યાર્થિઓની હેરાનગતી કરી રેગિંગ કર્યું હોવાનો તપાસ કમિટીના રિપોર્ટમાં ખુલાસો થતાં પ્રિન્સીપાલે ૧૫ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી છે.

તેમજ ૬ વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જ્યારે ૬ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવાની મનાઈ ફરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ સોમવારે સાંજે બીજા વર્ષના ૨૮ વિદ્યાર્થીઓએ લેખિતમાં રેગિંગની ફરિયાદ આપી હતી. જેને લઈને પ્રિન્સીપાલ દ્વારા આ ફરિયાદ એન્ટી રેગિંગ કમિટીને સોંપી દેવામાં આવી હતી.

જેમાં કમિટી દ્વારા કુલ ૪૫ છાત્રોના નિવેદનો લેવાયા હતા. તપાસ કમિટીએ બે દિવસ સુધી તપાસ ચલાવી શુક્રવારે સાંજે રિપોર્ટ તૈયાર કરીને કોલેજના પ્રિન્સિપાલ સોરાણીએ સજાની જાહેરાત કરતા ૬ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાયમી કાઢી નાખ્યા છે. જયારે ૬ વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી પરીક્ષામાં બેસવા પર મનાવી ફરમાવવામાં આવી છે.

આ ઉપરાંત ૧૪ વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા જે કોઈ કાર્યક્રમ યોજવામાં આવે અથવા સ્થાનિક સ્પર્ધાત્મક કે નેશનલ લેવલની કોઈ કોન્ફરન્સમાં ભાગ લેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જયારે વિદ્યાર્થીઓની વર્તણુક બાબતે તપાસ સમિતિને સંતોષ ન થાય ત્યાં સુધી તમામ ૧૫ વિદ્યાર્થીઓના સ્થગિત રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.