Western Times News

Gujarati News

ગુજરાતમાં મંગળવારે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી

અમદાવાદ, આવતીકાલે (૨૮ ડિસેમ્બર ૨૦૨૧) ગુજરાતમાં માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ૨૮ ડિસેમ્બરે વિસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠું પડશે. જેથી આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. હવામાનની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં પેઠા છે.

બીજી બાજુ વરસાદી સિસ્ટમ હટતા જ સમગ્ર રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. નવા વર્ષની શરૂઆતમાં જ કાતિલ ઠંડી પડશે. હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનું મોજું નહીંવત છે. હવામાનની આગાહી પ્રમાણે ૨૮ ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સમગ્ર રાજ્યભરમાં અસર વર્તાશે અને એકાએક વાતાવરણમાં પલટો આવશે.

હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાતને ધમરોળશે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, સામાન્ય વરસાદની આગાહી પણ ખેડૂતોનો પાક ખતમ કરી શકે છે. આ સિઝનમાં નવેમ્બરના અંત અને ડિસેમ્બરથી શરૂઆતમાં આવેલા માવઠાથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૨૮મીએ ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે. રાજ્યમાં આગામી ૨૮ ડિસેમ્બરે માવઠાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, જિલ્લામાં પાલનપુર,થરાદ, ડીસા, વિગેરે જગ્યાઓ પર સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૨૭ ડિસેમ્બરે વાદળછાયા વાતાવરણ રહેશે. ગુજરાતમાં હાલ કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગર ૧૦ ડિગ્રી સાથે ઠંડુંગાર શહેર રહ્યું છે. આગામી પાંચ દિવસ ઠંડીમાં સાધારણ ઘટાડો રહેશે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોના ઘઉં, જીરું,ચણા,રાયડો સહિતના પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે.

હવામાન વિભાગે ૨૪ થી ૩૦ ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે જેવી વરસાદી સિસ્ટમ હટતા જ ઠંડીનો ચમકારો અનુભવાશે. એટલે કે નવા વર્ષની શરૂઆતમાં જ કાતિલ ઠંડી પડશે. આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉંચકાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.