મૃણાલ ઠાકુરના કરિયરમાં થ્રી ઈડિયટ્સનો મોટો ફાળો

મુંબઈ, ટેલિવિઝનની દુનિયામાંથી બોલિવુડમા પગ મૂકનારી એક્ટ્રેસ મૃણાલ ઠાકુર હાલ આગામી ફિલ્મ ‘જર્સી’ને લઈને ચર્ચામાં છે. ટીવી સીરિયલ ‘મુજસે કુછ કહેતી હૈ યે..ખામોશીયાં’થી એક્ટિંગ કરિયર શરૂ કરનારી મૃણાલને મનોરંજનની દુનિયામાં લાવવા પાછળ રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’નો મોટો ફાળો છે.
૨૦૦૯માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં આમિર ખાન, આર. માધવન, શર્મન જાેષી, બોમન ઈરાની, કરીના કપૂર ખાન અને મોના સિંહ જેવા કલાકારો હતો. ૧૨ વર્ષ પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મે મૃણાલના કરિયરને કેવી રીતે નવી દિશા આપી તે અંગે એક્ટ્રેસે જણાવ્યું છે.
પોતાના કરિયરની પસંદગીને લઈને મૂંઝવણમાં રહેતા યુવાનોના માનસપટ પર ‘થ્રી ઈડિયટ્સે’ છાપ છોડી હતી. આવી જ એક વ્યક્તિ મૃણાલ ઠાકુર પણ હતી. જી, હા બરાબર વાંચ્યું. હાલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં ‘ધમાકા’ની એક્ટ્રેસ મૃણાલે કહ્યું, જાે તે આ ફિલ્મથી પ્રેરાઈ ના હોત તો આજે ડેન્ટિસ્ટ હોત.
મૃણાલે જણાવ્યું કે, જ્યારે તે નાની હતી ત્યારે વિચારતી કે આ ફિલ્મમાંથી તે શું શીખી છે. જ્યારે પણ થિયેટરની બહાર ફિલ્મ જાેઈને નીકળતી ત્યારે તેના મગજ પર લાંબા સમય સુધી તેની અસર રહેતી હતી. ‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મે મૃણાલનું કરિયર બદલી નાખ્યું. એક્ટ્રેસના જણાવ્યા અનુસાર, જાે તેણે ‘થ્રી ઈડિયટ્સ’ ના જાેઈ હોત તો ઈશ્વર જ જાણે કે આજે તે કયા ડેન્ટલ ક્લિનિકમાં ડૉક્ટર હોત.
વર્કફ્રંટની વાત કરીએ તો મૃણાલ ઠાકુર હાલ શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘જર્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે આ જ નામની તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. ‘જર્સી’ ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે, મૃણાલે ‘સુપર ૩૦’, ‘બાટલા હાઉસ’, ‘ધમાકા’ અને ‘તૂફાન’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય મૃણાલ કોમેડી ફિલ્મ ‘આંખ મિચોલી’માં જાેવા મળશે, જે મે ૨૦૨૨માં રિલીઝ થવાની ચર્ચા છે.SSS