દિશા વાકાણીની બેબી બંપ વાળી તસવીર વાયરલ થઇ

મુંબઈ, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ૧૩ વર્ષોથી લોકોના દિલો પર રાજ કરી રહી છે. બાળકોથી લઇને વૃદ્ધો સુધી દરેક ઘરમાં દરેક ઉંમરના લોકો આ સીરિયલને જાેવાની પસંદ કરે છે. શો માં ઘણા કલાકાર એવા છે જે શો છોડીને જતા રહ્યા છે અને તેમના સ્થાને નવા કલાકારોએ લીધી છે. જાેકે શો નું એક પાત્ર એવું છે જેનું સ્થાન છેલ્લા ઘણા સમયથી ખાલી છે અને શો માં તેનું સ્થાન હજુ સુધી બીજા કોઇ કલાકારે લીધું નથી. શો ના આ પાત્રનું નામ દયાબેન છે.
પ્રશંસકો તેના પાછા ફરવાની રાહ જાેઈ રહ્યા છે. જાેકે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેનાથી શો માં જાેવા માંગતા પ્રશંસકો નિરાશ થઇ શકે છે. કારણ કે દયાબેન ઉર્ફે દિશા વાકાણી ફરીથી પ્રેગ્નેટ છે. દયાબેન એટલે કે દિશા વાકાણી સોશિયલ મીડિયા પર એક્ટિવ નથી પણ તેના ફેન પેજ હંમેશા તેની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે.
હાલમાં જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેને જાેઈને પ્રશંસકો એ અંદાજ લગાવી રહ્યા છે કે દિશા વાકાણી પ્રેગ્નેટ છે અને બીજી વખત માતા બનવા જઈ રહી છે. જાેકે આ પોસ્ટમાં એ સ્પષ્ટ થતું નથી કે આ ફોટો જૂનો છે કે લેટેસ્ટ છે. એક તસવીર વાયરલ થઇ રહી છે જેમાં દિશા પોતાના પતિ સાથે જાેવા મળી રહી છે. તસવીર કોઇ ફેમિલી ફંક્શનની લાગી રહી છે. તસવીરમાં દયાબેનનો બેબી બંપ ફ્લોન્ટ થઇ રહ્યો છે.
જેમાં તે ફરી મમ્મી બનશે તેવી અટકળો તેજ બની છે. જાેકે આ મામલે હજુ સુધી દિશાએ ચુપકેદી સેવી છે. તો એ કહેવું આસાન નછી કે આ સમાચારમાં કેટલી સચ્ચાઇ છે. પ્રશંસકો આ સમાચાર એટલા માટે સાચા માની રહ્યા છે કારણ કે તારક મેહતા સિરીયલમાં પતિ જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જાેશીના પુત્રીના લગ્ન હતા.
આ લગ્નમાં તારક મેહતા સિરીયલના ઘણા કલાકારો સામેલ થયા હતા પણ દયાબેન પહોંચ્યા ન હતા. લોકોનું માનવું છે કે આ પ્રેગ્નેટ હોવાના કારણે તે લગ્નમાં સામેલ થયા ન હતા. પ્રથમ પ્રેગ્નેસીના સમયે મેટરનિટી લીવ લઇને શો માં બ્રેક લઇને ગયેલી દિશા વાકાણી હજુ સુધી શો માં પરત ફરી નથી. તે ૨૦૧૭થી શો માંથી બહાર છે. દિશાના બેબી બંપની તસવીર વાયરલ થયા બાદ ઘણા પ્રશંસકો ખુશ છે તો ઘણા એ વાતને લઇને ચિંતિત છે કે દિશા શો માં ક્યારે પરત ફરશે. દિશા વાકાણીનું પુત્રીનું નામ સ્તુતિ છે.SSS