જાન્યુ.થી કેન્દ્રીય કર્મીઓનું મોંઘવારી ભથ્થું વધી જશે

નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓને ફરીથી ખુશખબરી મળવાની છે. જાન્યુઆરી ૨૦૨૨માં એકવાર ફરીથી મોંઘવારી ભથ્થુ વધવાનુ નક્કી છે. કર્મચારીઓની સેલરીમાં ફરીથી બંપર નફો થશે. જાેકે, જાન્યુઆરી ૨૦૨૨માં મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે, એ નક્કી થયુ નથી પરંતુ એઆઈસીપીઆઈઈન્ડેક્સના આંકડા અનુસાર ૨થી ૩% ડીએ વધવાની આશા વર્તાવાઈ રહી છે.
ડિસેમ્બર ૨૦૨૧ના અંત સુધી કેન્દ્રના કેટલાક ભાગોમાં પ્રમોશન થશે. આ સિવાય બજેટ ૨૦૨૨થી પહેલા ફિટમેન્ટ ફેક્ટરને લઈને પણ ચર્ચા થઈ રહી છે જેની પર ર્નિણય આવી શકે છે. જાે એવુ થયુ તો ન્યૂનતમ સેલરીમાં પણ વધારો થશે પરંતુ હાલ મોંઘવારી ભથ્થાને લઈને AICPI ઈન્ડેક્સનો આંકડો શુ કહે છે, આવો જાણીએ.
એક્સપર્ટસ અનુસાર જાન્યુઆરી ૨૦૨૨માં પણ મોંઘવારી ભથ્થામાં ૩% વધારો કરવામાં આવી શકે છે. ૩% નફો થવા પર કુલ ડીએ ૩૧ ટકાથી લઈને ૩૪ ટકા થઈ શકે છે. એઆઈસીપીઆઈઆંકડા અનુસાર અત્યારે સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીના આંકડા સામે આવ્યા છે.
આ હિસાબથી મોંઘવારી ભથ્થુ ડીએ ૩૨.૮૧ ટકા છે. જૂન ૨૦૨૧ સુધીના આંકડાના હિસાબથી જુલાઈ ૨૦૨૧ માટે મોંઘવારી ભથ્થુ ૩૧ ટકા વધારાઈ ચૂક્યુ છે. હવે આની આગળના આંકડા અનુસાર મોંઘવારી ભથ્થાની ગણતરી થશે અને આમાં સારો વધારે મળી શકે છે.SSS