ત્રણ ટૂરિસ્ટ બસ ટકરાતાં પાંચનાં મોત, આઠ ઘાયલ
અંબાલા, હરિયાણાના અંબાલા-દિલ્હી હાઈવે પર હીલિંગ ટચ હોસ્પિટલ નજીક સોમવારે સવારે મોટી દુર્ઘટના ઘટી. સવારે લગભગ ત્રણ વાગે કટરાથી દિલ્હી તરફ જઈ રહેલી ત્રણ ટુરિસ્ટ બસમાં ટક્કર થઈ ગઈ. ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યા. મૃતકોની ઓળખ મીના દેવી છત્તીસગઢ, રાહુલ ઝારખંડ, રોહિત છત્તીસગઢ, પ્રદીપ કુશીનગર ઉત્તર પ્રદેશ તરીકે થઈ છે.
એક મૃતકની ઓળખ થઈ શકી નથી. ઘટનામાં આઠ લોકોના ઈજાગ્રસ્ત થવાની માહિતી છે. ઘટનાની માહિતી મળતા જ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલા ગાડી ઘટના સ્થળે પહોંચી અને બસમાં ફસાયેલા મુસાફરને ઘણી મુશ્કેલી બાદ બહાર નીકાળ્યા અને હીલિંગ ટચ હોસ્પિટલમાં દાખલ કરાયા. ઘટના બાદ સ્થળ પર ચીખો સંભળાઈ. જાેકે બસ રેલિંગ તરફ હોવાના કારણે હાઈવેની અવર-જવર પ્રભાવિત થઈ નથી.
પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. ઘટના સમયે તમામ મુસાફર સૂઈ રહ્યા હતા. સૌથી આગળ ચાલી રહેલી બસના અચાનક રોકાતા જ તમામ બસ ટકરાઈ. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોએ જણાવ્યુ કે તે લોકો વૈષ્ણો માતાના દર્શન કરવા ગયા હતા. પાછા ફરતા સમયે રસ્તામાં આ ઘટના ઘટી.HS