રોહિત શર્માના કારણે ટીમ સિલેક્શન રોકાયુ હતું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/rohit-sharma-1024x576.jpg)
મુંબઇ, ટીમ ઈન્ડિયા હાલ સાઉથ આફ્રીકાના પ્રવાસ પર ટેસ્ટ સીરીઝ રમી રહી છે. ટેસ્ટ સીરીઝ બાદ ભારતને સાઉથ આફ્રીકા વિરૂદ્ધ ૧૯,૨૧ અને ૨૩ જાન્યુઆરીએ ત્રણ મોટી વન ડે મેચ પણ રમવાની છે. બીસીસીઆઇને વન ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. પરંતુ રોહિત શર્માના કારણે ટીમ સિલેક્શન રોકાઈ ગયું હતું.
હકીકતે રોહિત શર્માને ઈજા પહોંચવાના કારણે સાઉથ આફ્રીકા વિરૂદ્ધ વન ડે સીરીઝમાં રમવું મુશ્કેલ છે. ખબર છે કે રોહિત શર્મા વન ડે સીરીઝથી બહાર થઈ શકે છે. રોહિત શર્મા કેપ્ટન તરીકે પહેલી વખત ટીમ ઈન્ડિયા માટે વન ડેમાં રમવાના હતા પરંતુ હવે તે મુશ્કેલ લાગી રહ્યું છે.
સાઉથ આફ્રીકા પ્રવાસ પહેલા જ રોહિત શર્માને હૈમસ્ટ્રિંહમાં ઈજા પહોંચી હતી અને આ સમયે તે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિહૈબિલિટેશન કરી રહ્યા છે. સ્પોર્ટ્સ ટૂડેના રિપોર્ટ અનુસાર રોહિત અત્યાર સુધી ફિટ નથી માટે તે સાઉથ આફ્રીકા વન ડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયાના એલાનમાં મોડુ થઈ રહ્યું છે. સિલેક્શન કમીટી છેલ્લા સમય સુધી કેપ્ટનના સાજા થવાની રાહ જાેઈ રહી છે.
દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ થવા જઈ રહેલી વન ડે સીરીઝ માટે ૩૦ અથવા ૩૧ ડિસેમ્બરે ભારતીય ટીમની જાહેરાત થઈ શકે છે અને ત્યા સુધી જાે રોહિત ફિટ નહીં થાય તો તેમની જગ્યા પર કેએલ રાહુલને વન ડે સીરી માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે. તેનો મતલબ છે કે ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી ઓપનર રાહુલની કેપ્ટનશીમાં વન ડે સીરીઝમાં રમતા જાેવા મળશે. રાહુલ આ સમયે ટેસ્ટ ટીમના ઉપકેપ્ટન પણ છે.HS