પિયુષ જૈન પાસેથી ૬૪ કિલો સોનું મળી આવ્યું

કાનપુર, કાનપુરના પાનમસાલા અને અત્તરના વેપારી પિયુષ જૈનના ઘરેથી મળેલી રોકડ રકમ અને સોનુ ચાંદી આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે. પિયુષના ઘરે જીએસટી અને આવકવેરા વિભાગની ટીમોએ દરોડો પાડીને ૨૩૨ કરોડની રોકડ રકમ કબ્જે કરી હતી અને આ ચલણી નોટો ગણવામાં તો બેન્કના મશિનો પણ ગરમ થઈને ખોટકાઈ ગયા હતા. તેની સાથે સાથે પિયુષ જૈનના ઘરેથી અધધ..૬૪ કિલો સોનુ મળી આવ્યુ છે.
ભારતમાં દરેક વ્યક્તિ દીઠ સરેરાશ ૦.૫૧ ગ્રામ સોનુ છે તેવુ ખુદ સરકારના આંકડા કહે છે.એ પ્રમાણે જાેવામાં આવે તો ભારતના ૧.૨૫ લાખ લોકો જેટલુ સોનુ તો એકલા પિષુય જૈન પાસેથી મળી આવ્યુ છે. જીએસટી વિભાગના અધિકારીઓનો દાવો છે કે, પિયુષ જૈને ઘરમાંથી મળેલી રોકડ રકમ પોતાની હોવાનુ કબલ્યુ છે.
આ કેશ તેણે માલ વેચીને ભેગી કરી હતી પણ જીએસટી ચુકવ્યો નહોતો.તેના પર ૫૨ કરોડનો દંડ અને ટેક્સ લાયબલિટીની કલમ લગાડવામાં આવી છે. ૬૪ કિલો સોનાની સાથે સાથે ૨૫૦ કિલો ચાંદી અને ૬૦૦ લિટર ચંદનનુ તેલ પણ મળી આવ્યુ છે.આ મત્તા તેણે ઘરની દિવાલો, સિલિંગ, કબાટો તેમજ ભોંયરામાં છુપાવી હતી.SSS