Western Times News

Gujarati News

સાયબર ક્રાઈમના ગુનામાં સંડોવાયેલ બે આરોપી ઝડપાયા

(પ્રતિનિધિ) સેવાલીયા, સેવાલીયા પો.સ્ટે.માં સાયબર ક્રાઈમના મુજબના કામે ફરીયાદી રમેશભાઈ હરમાનભાઈ પટેલ (રહે. થર્મલ) ને આરોપીઓએ લોભામણીઅને લલચામણી ફોન ઉપર વાતો કરી ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી આર.ટી.જી.એસ. દ્વારા રૂ.૪૦,૮૦,૦૦૦/- તેમના જુદા જુદા ખાતાઓ મારફતે મેળવી લઈ ગુનો કરેલ હોય જે ગુનાની ઝડપી તપાસ કરી આરોપીઓને ઝડપી પાડવા એસ.ઓ.જી. પો.ઈન્સ શ્રી યુ.એ.ડાભી નાઓને સુચના કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે એસ.ઓ.જી. પો.ઈન્સ શ્રી યુ.એ. ડાભી, ઈ.એલ.સી.બી. પો.ઈન્સ શ્રી આર.કે. રાજપુત, પો. સબ ઈન્સ. વી.એ. શાહ પો. સબ ઈન્સ. શ્રી એમ.એ. ઠાકોર તેમજ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોની ટીમો બનાવી ગુનાના કામે સંડોવાયેલ આરોપી દિલ્હી, નોઈડા, તેમજ એમ.પી. ખાતે રહેતા હોય તેઓની તપાસ કરતા એ.એસ.આઈ વિજયસિંહની ટીમે એમ.પી. ખાતેથી આરોપી (૧) બ્રહ્માનંદ મદનકિશોર કુશવાહા રહે. ડિગવાબુઝુર્ગ, ગામ કશીયા, જી. ખુશીનગર યુ.પી. નાઓને તથા પો. સબ ઈન્સ. શ્રી વી.એ.શાહ નાઓની ટીમે યુ.પી. ખાતેથી આરોપી (ર) નિતીશકુમાર શ્રીનાગિન્દ્ર યાદવ રહે. નોયડા જી. ગૌતમબુદ્ધનગર યુ.પી. નાઓને પકડી લાવી રજુ કરતા તેઓને તા.૯.૬.૧૯ ના રોજ ઉકત ગુનાના કામે પકડી અટક કરેલ છે.

સદર આરોપીઓની વધુ પુછપરછ દરમ્યાન આરોપીઓએ લોભામણી અને લલચામણી ફોન ઉપર વાતો કરી ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી આર.ટી.જી.એસ. દ્વારા રૂ.૪૦,૮૦,૦૦૦/- આરોપીઓએ તેમના જુદા જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરી ચેક/ એ.ટી.એમ. મારફતે ઉપાડ કરેલાની હકીકત જણાવેલ. સદરહુ પકડાયેલ આરોપીઓ પૈકી આ.નં. (૧) નાઓ અગાઉ ગુજરાત, ભોપાલ, એમ.પી. ઓરીસ્સા નોકરી કરેલ હોય ત્યાં પણ છેતરપીંડી કરેલ હોવાની શકયતાઓ પણ રહેલી છે

તેમજ આ.નં. (ર) નાઓ ગ્રાહકોના ડેટાબેઝ કાઢી સહઆરોપીઓને આપી સહઆરોપીઓ લોભામણી અને લલચામણી ફોન ઉપર વાતો કરી ગ્રાહકો પાસેથી પૈસા ભરાવી ઉપાડી લેતો હોય જેથી આવી એમ.ઓ. ધરાવતા ગુનાઓમાં પણ તેની શક્યતાઓ રહેલી હોય તેમજ સદર ગુનાના સહ આરોપીઓ પકડવાના બાકી હોય વિગેરે મુદ્દાઓને ધ્યાને લઈ આરોપીઓના દિન-૭ ના રિમાન્ડ મેળવી એલ.સી.બી.ની ટીમો બનાવી ગુજરાત બહાર રહેતા સહ આરોપીઓ પકડવા કાર્યવાહી ચાલુમાં છે. સદરહું ગુનાની આગળની વધુ તપાસ યુ.એ.ડાભી પો.ઈન્સ. એસ.ઓ.જી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.