ગુજરાતઃ રાજ્યમાં કોરોના કેસની રોકેટ સ્પીડ: 394 નવા કેસ

ગાંધીનગર, રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર 300થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા છે. જ્યારે 59 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો રાજ્યમાં 1400થી વધુ એક્ટિવ કેસ થઈ ગયા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનનો 5 નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 178 અને જિલ્લામાં 4 મળી કુલ 182 નવા કેસ નોંધાયા છે. જ્યારે ખેડા જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે.
11 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. 23 ડિસેમ્બરે 179 દિવસ બાદ ત્રિપલ ફિગરમાં એટલે કે 111 નવા કેસ નોંધાયા હતા. ત્યારબાદ 27 ડિસેમ્બરે 204 અને 25 ડિસેમ્બરે 179 નવા કેસ નોંધાયા હતા. એ પહેલાં 27 જૂને રાજ્યમાં કુલ 112 નોંધાયા હતા.
રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.61 ટકા થયો છે. બીજી તરફ આજે રાજ્યમાં ઓમિક્રોનના 5 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 2 કેસ નોઁધાયા છે તે પૈકીના એકની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જ્યારે વડોદરા શહેર, મહેસાણા અને પોરબંદરના 1-1 કેસની કોઈ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 78 કેસ નોંધાયા છે, જેમાંથી હાલમાં 54 લોકો સારવાર હેઠળ છે જ્યારે 24ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી.
ખેડા જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા પરંતુ 27 ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. જોકે ગઈકાલે 26 ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. 25 ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી 2 દર્દીના મોત થયાં હતાં. અગાઉ 10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા હતા. 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.