સાસરિયાઓએ દહેજની માગ કરતા મહિલાનો આપઘાત
અમદાવાદ, શહેરનાં મેમકો વિસ્તારમાં રહેતી એક યુવતીએ આપઘાત કરી લેતા સમગ્ર મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે તપાસ કરી અને મૃતકનાં પિયરજનોની પૂછપરછ કરતા સામે આવ્યું કે આપઘાત કરતા પહેલા મહિલાએ પિયરજનોને ફોન કર્યો હતો. રડતા રડતા તેણે મુજે લે જાઓ કહીને જણાવ્યું કે સાસરિયાઓ તેને ખૂબ ત્રાસ આપે છે. તેનો પતિ પણ બિયર પીને આવ્યો હતો અને ઝગડો કર્યો હતો.
બાદમાં પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. જે મામલે હવે પોલીસે મૃતકના સાસરિયાઓ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશની એક યુવતીનાં લગ્ન મેમકો ખાતે રહેતા યુવક સાથે થયા હતા.
આ દામીની નામની યુવતીના લગ્ન થયા ત્યારે તેના સાસરિયાઓ એ ૧૦ લાખ રૂ. દહેજ માંગ્યું હતું પણ દામીનીનાં પરિવારની શક્તિ ન હોવાથી ૪ લાખ દહેજ આપી બાકીનાં નાણાં બાદમાં આપવાનું કહ્યું હતું. લગ્ન જીવન દરમિયાન દામીનીએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. પણ તેના સાસરિયાઓ તેને લગ્નના એક માસ બાદથી જ દહેજ બાબતે ત્રાસ આપવા લાગ્યા હતા. દામીની અવાર નવાર આ ત્રાસ બાબતે પિયરજનોને ફરિયાદ કરતી હતી.
ગત નવેમ્બર માસમાં દામીનીનાં ભાઈનાં લગ્ન હોવાથી તેઓ દામીની ને સાસરેથી તેડી ગયા હતા. પિયરમાં આવી દામીનીએ સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હોવાનું જણાવતા પિયરજનોએ તેને સમજાવી હતી. બાદમાં દામીનીનો પતિ પણ લગ્નમાં આવ્યો અને લગ્ન પુરા થયા બાદ તેને થોડા દિવસ રોકાવા બાબતે અરજ કરી છતાંય દામીનીનો પતિ માન્યો નહિ અને તેને અમદાવાદ લઈ ગયો હતો.
ગત ૨૭મી ડિસેમ્બરે દામીનીએ તેના પતિના ફોન પરથી ભાઈને ફોન કર્યો અને રડતા રડતા કહ્યું કે મુજે ઘર આના હે જેથી તેના પતિને કયા બાત હુઈ તેવું પૂછતાં તેનાં પતિએ ફોન લઇ લીધો અને કહ્યું કે આજ મેં થોડી બિયર પી કે આયા તો થોડા ઝગડા હો ગયા હે. જેથી દામીનીને તેની માતા સાથે વાત કરાવતા તેણે ફોન પર કહ્યું કે મમ્મી યે લોગ મુજે પરેશાન કરતે હે મુજે લે જા તેવું જણાવ્યું હતું. બાદમાં સવારે દામીની ના સાસરેથી ફોન આવ્યો અને તેઓએ કહ્યું કે આપ કી બહેનને ફાંસી ખા લી હે લાશ લે જાઓ.
જેથી દામીનીનાં પરિવારજનો અમદાવાદ આવ્યા અને લાશને સિવિલ પી.એમ. કરાવવા લઈ ગયા હતા જ્યાં તેને શરીરે મારનું નિશાન પણ હતું. જેથી સમગ્ર બાહતે શહેર કોટડા પોલીસે દામીનીનાં પતિ કુલદીપ કુશવાહ અને તેના પરિવારજનો સહિત છ લોકો સામે દુષપ્રેરણા ની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.SSS