સહકારી મંડળીના નાણાં અંગત ખર્ચ માટે ઉપયોગ કરી ઉચાપત

ભીમા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચાપત
(પ્રતિનિધી) ગોધરા, ગોધરા તાલુકાની ભીમા ગામ ખાતે આવેલી ધી ભીમા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના જે તે વખતના સેક્રેટરી એ તા.૧/૭/૨૦૧૮ થી ૩૦/૬/૨૦૧૯ ના સમય ગાળા દરમિયાન હોદાનો દૂર ઉપયોગ કરી રૂ.૪,૪૫,૨૬૯ ને પોતાના અંગત ખર્ચ માટે ઉપયોગ કરી વાપરી નાખી સરકારી નાણાં ની ઉચાપત કરતા આ મામલે વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વેજલપુર પોલીસ મથક ખાતે વેજલપુર ના રહીશ દિલીપકુમાર ભગવનભાઈ વાઘેલા એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગોધરા તાલુકાની ભીમા ગામ ખાતે આવેલી ધી ભીમા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના જે તે વખતના સેક્રેટરી ગોપાલભાઈ અનોપસિંહ ચૌહાણે એ પોતાના હોદાનો દૂર ઉપયોગ કરી
તા.૧/૭/૨૦૧૮ થી તા.૩૦/૬/૨૦૧૯ સુધીમાં રૂ.૪,૪૫,૨૬૯ ની સરકારી નાણાં પોતાના અંગત ખર્ચ માટે ઉપયોગ કરી વાપરી નાખી સરકારી નાણાં ની ઉચાપત કરી હતી.જે ઉચાપત મંડળીના ઓડિટ સમયગાળા દરમિયાન બહાર આવતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો.
આ સેક્રેટરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે વેજલપુર પોલીસ મથકે વેજલપુર ના રહીશે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ તો ફરિયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.