કરીના કપૂર અને અમૃતા અરોરા પાર્ટીમાં પહોંચ્યા
મુંબઈ, ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે દુનિયાભરમાં હાલ ક્રિસમસના તહેવારના કારણે લોકો પાર્ટીના મૂડમાં છે. સામાન્ય લોકોથી માંડીને સેલિબ્રિટીઝ સુધી સૌ કોઈ ગેટ-ટુ-ગેધર અને પાર્ટી કરવામાં વ્યસ્ત છે. બોલિવુડના કલાકારો પણ આમાંથી બાકાત નથી. સેલિબ્રિટીઝ પોતાના અંગત મિત્રો અને પરિવાર સાથે મળીને પાર્ટી અને ગેટ-ટુ-ગેધર કરતાં જાેવા મળી રહ્યા છે. ૧૩ ડિસેમ્બરે બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર કોરોના સંક્રમિત થઈ હતી.
કરીના ઉપરાંત તેની બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોરા, મહિપ કપૂર, શનાયા કપૂર અને સીમા ખાનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૨૪ ડિસેમ્બરે કરીનાએ સોશિયલ મીડિયા પર સૌને જાણકારી આપી હતી કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં જ કરીના, કપૂર પરિવારના વાર્ષિક ક્રિસમસ લંચમાં પતિ અને દીકરાઓ સાથે સામેલ થઈ હતી.
જે બાદ કરીના બીજા દિવસે બહેન કરિશ્મા કપૂરના ઘરે ડિનર માટે ગઈ હતી. અહીં બેસ્ટફ્રેન્ડ અમૃતા અરોરા પણ પરિવાર સાથે પહોંચી હતી. કરિશ્મા કપૂરના ઘરે ડિનર માટે પહોંચેલી કરીના અને અમૃતાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તેઓ ટ્રોલર્સના નિશાને આવ્યા હતા.
કરીનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અમૃતા સાથેની તસવીર શેર કરતાં લખ્યું હતું, અમે પાછા આવી ગયા. તસવીરમાં કરીના કપૂર બ્લેક ઓફ-શોલ્ડર ટોપ અને બેજ રંગના પેન્ટમાં જાેવા મળી હતી. જ્યારે અમૃતા પિંક રંગના ફેધર ડ્રેસમાં જાેવા મળી હતી. સોશિયલ મીડિયા પર લોકોએ કરીના અને અમૃતાને કોરોના નેગેટિવ આવતાં જ પાર્ટી કરવા બદલ ટ્રોલ કર્યા છે.
આ સાથે જ અમૃતાના ડ્રેસની પણ મજાક ઉડાવી છે. કેટલાક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું, “આ પાર્ટી કરવા માટે જ રિકવર થઈ છે”, “ફરી પાર્ટી ચાલુ, આવી જ પાર્ટીમાં આમને કોરોના થયો હતો”, “આ બંને શરમ વિનાના છે. જે દિવસે કોરોના નેગેટિવ આવ્યા એ જ દિવસથી પાર્ટી કરવા લાગ્યા, આ બેજવાબદારીની હદ છે”, “અમે નહીં સુધરીએ”, “કેટલી નૌટંકી કરતી હતી કોરોનાના કારણે, નાના દીકરાથી દૂર રહી તો પણ કોરોના મટતાં જ પાર્ટી કરવા લાગી”. વળી એક યૂઝરે તો કરીના અને અમૃતાને ‘ડેલ્ટા અને ઓમિક્રોન’ કહી દીધા. કેટલાક યૂઝરે તેમની ઉંમર પર કોમેન્ટ કરતાં તેમને આંટી કહી હતી. અમૃતાના ડ્રેસની મજાક ઉડાવતાં કેટલાક લોકોએ કહ્યું પિંક કોરોના, આ કેવો ડ્રેસ છે.SSS