ડાબરે હેલ્થ ફૂડ ડ્રિંક કેટેગરીમાં ડાબર વીટા લોન્ચ કર્યુ
નવી દિલ્હી, ભારતની જાણીતી આયુર્વેદિક અને નેચરલ હેલ્થકેર કંપની ડાબર ઈન્ડિયા લિમિટેડે આજે ડાબર વીટાના લોન્ચ સાથે હેલ્થ ફૂડ ડ્રિંક કેટેગરીમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. આ હેલ્થ ડ્રિંક 30 જડીબુટ્ટીઓ જેમ કે અશ્વગંધા, ગિલોય અને બ્રાહ્મીમાંથી બનેલું છે. આ જડીબુટ્ટીઓ ન કેવળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે પણ બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં પણ મદદ કરે છે.
ડાબર ઈન્ડિયા લિમિટેડના ઈ-કોમર્સના બિઝનેસ હેડ શ્રી સમર્થ ખન્નાએ જણાવ્યું હતું કે 137 વર્ષની ડાબરની ગુણવત્તા, વિશ્વાસ અને અનુભવ સાથે બનાવેલ આ ડ્રિંક ડાબર વીટા મિલ્ક ફૂડ ડ્રિંકની શ્રેણીમાં સૌથી સ્વાદિષ્ટ છે અને તે બે ગણી વૃદ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ફાયદા પણ પ્રદાન કરે છે.
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર રોગપ્રતિકારક શક્તિ વધારતા મિલ્ક ડ્રિંક્સની ઝડપથી વધતી માંગ સાથે અમને વિશ્વાસ છે કે ડાબર વીટા સાથે અમે ગ્રાહકોની આ વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવામાં સક્ષમ થઈશું. અમને ખુશી છે કે અમે ભારતમાં અમારા પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ સાથે આ નવી પ્રોડક્ટ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ.
આ લોન્ચ સાથે અમે બંને બ્રાન્ડ મોટી સંખ્યામાં ગ્રાહકો સુધી પહોંચી શકીશું. ડાબર વીટા સાથે હેલ્થ કેટેગરીમાં અમારો પોર્ટફોલિયો વધુ મજબૂત બન્યો છે જેનાથી અમારા ગ્રાહકો હેલ્થ પ્રોડક્ટ્સની મોટી રેન્જનો લાભ ઊઠાવી શકશે.
ડાબર ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ હેડ-હેલ્થ સપ્લીમેન્ટ્સ, શ્રી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે “નીલસન દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસ મુજબ લગભગ 88 ટકા માતાઓ તેમના બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારા હેલ્થ ડ્રિંકની અપેક્ષા રાખે છે. કોવિડ પછીના યુગમાં ગ્રાહકોની આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમે આ અનોખી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ જે બજારમાં ઉપલબ્ધ અન્ય હેલ્થ ડ્રિંક્સ કરતાં ઘણી વધુ રોગપ્રતિકારક શક્તિ આપે છે.
ડાબર ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી રાજીવ જ્હોને જણાવ્યું હતું કે ડાબર પોતાના હેલ્થ અને ફૂડ સપ્લીમેન્ટ્સ માટે અનેક પેઢીઓથી ભરોસાપાત્ર બ્રાન્ડ રહી છે. હવે અમે આયુર્વેદિક હેલ્થ ફૂડ ડ્રિંક ડાબર વીટાના લોન્ચ સાથે આ દિશામાં વધુ એક કદમ આગળ વધારી રહ્યા છીએ
જે નેચરલ કિલર સેલને સ્ટિમ્યુલેટ કરીને ઈમ્યૂનિટી વધારે છે. 6થી 15 વર્ષના બાળકોને શારીરિક અને માનસિક વિકાસમાં મદદ કરે છે, તેમના હાડકાંને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. તો શું તમે પણ પોતાના બાળકો માટે એવી પ્રોડક્ટ ઈચ્છો છો જે આરોગ્યપ્રદ હોવા સાથે સ્વાદિષ્ટ પણ હોય તો હેલ્થ સપ્લીમેન્ટ કેટેગરીમાં આયુર્વેદનું આ નવું ઈનોવેશન નિઃશંકપણે બાળકો અને તેમના માતા-પિતાની પહેલી પસંદગી બની જશે.