મોબાઈલ એસેસરીઝનાં વેપારી સાથે ૪૫ હજારની ઠગાઈ
અમદાવાદ : શહેરનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં (Kagdapith Police station of Ahmedabad city area) વેપારીઓ સાથે છેતરપિંડીનાં બનાવો વધુ નોંધાય છે. ખાસ કરીને કાપડ માર્કેટનાં વેપારીઓ સાથે ઠગાઈ થવાનાં કિસ્સા વધુ બહાર આવે છે. પરંતુ કેટલાંક દિવસ અગાઉ એક મોબાઈલ ફોનનાં વેપારીને (Trader of Mobile phone accessories) પણ એક ગઠીયો ભટકાઈ જતાં વેપારીએ રૂપિયા પિસ્તાલીસ હજારથી વધુનો માલ ખોવાનો વારો આવ્યો છે.
વિક્રમસિંહ મહોબતસિંહ રાવ જાગેશ્વરી સોસાયટી સીટીએમ રામોલ (Vikramsinh Mahobatsinh Rao, CTM Ramol) ખાતે રહે છે અને ગીતા મંદિર હબ ટાઊનમાં રઘુપતિ મોબાઈલ એસેસરીઝ Raghupati Mobile Accessories નામે દુકાન ધરાવી વેપાર કરે છે. કેટલાંક દિવસો અગાઉ તેમની દુકાનમાં જગદીશ ભાઈ (મોરબી) (Jagdishbhai Res. of Morbi) નામનો ઈસમ તેનાં સાગરીત સાથે આવ્યો હતો. જેવો એસેસરીઝનો રૂપિયા પિસ્તાલીસ હજારનો માલ કઢાવ્યો હતો.
રૂપિયા આંગડિયા પેઢી દ્વારા ચૂકવી દેવાનું જણાવી ત્યાંથી માલ લીધા વગર નીકળી ગયો હતો. થોડીવાર બાદ વિક્રમસિંહ ઊપર તેમનાં નામે ૪૫૦૦૦ રૂપિયા આપ્યા હોવાનો આંગડીયા પેઢીનો ફોન આવ્યો હતો. અડધા કલાક બાર જગદીશ અને તેનો સાગરીત પણ આવી પહોંચ્યા હતાં. અને આંગડીયા પેઢીમાંથી રૂપિયા ઊપાડવાની વાત કરીને માલ લઈ ગયા હતા.
જા કે વિક્રમસિંહ સાંજે પોતાનાં રૂપિયા લેવા ગયા ત્યારે આંગડીયા પેઢીએ પોતાને ત્યાં આવાં કોઈ નામે રૂપિયા આવ્યા જ નથી તેમ કહેતાં વિક્રમસિંહ ચોંકી ઊઠ્યા હતાં. અને જગદીશને ફોન કર્યાે હતો. જા કે તે સંપર્ક કરી ન શકતાં છેવટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આ બંને ગઠીયા વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.