કાલિચરણ મહારાજની સામે દેશદ્રોહનો ગુનો દાખલ થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Ravi-maharaj.jpg)
રાંચી, ગાંધીજી પર વાંધાજનક નિવેદન આપનાર કાલીચરણ દાસ મહારાજની છત્તીસગઢ પોલીસે ધરપકડ કર્યા બાદ હવે તેમના પર દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો છે. છત્તીસગઢ પોલીસે તેમની પર સમાજમાં પોતાના નિવેદનોથી વૈમનસ્ય ફેલાવવાની સાથે સાથે દેશદ્રોહની કલમ પણ લગાડી દીધી છે.
આજે વહેલી સવારે છત્તીસગઢ પોલીસે મધ્યપ્રદેશમાં જઈને કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી અને તેના પર મધ્યપ્રદેશ સરકારે વિરોધ પણ નોંધાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કાલીચરણ મહારાજે રાયપુરમાં યોજાયેલી એક સભામાં કહ્યુ હતુ કે, નાથુરામ ગોડસે ગાધીજીની હત્યા કરીને યોગ્ય પગલુ ભર્યુ હતુ.ઈસ્લામનો હેતુ રાજનીતિના માધ્યમથી દેશ પર કબ્જાે જમાવવાનો છે.
૧૯૪૭માં આપણી આંખો સામે આવુ બન્યુ હતુ.આ પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાનના આ જ હાલ થયા હતા.હું ગોડસેને સલામ કરુ છું કે, તેણે ગાંધીજીની હત્યા કરી હતી. તેમણે સાથે સાથે કહ્યુ હતુ કે, આપણે સરકારમાં હિન્દુ ધર્મની રક્ષા કરે તેવો કટ્ટર નેતા પસંદ કરવો જાેઈએ અને એ પછી કોઈ પણ હોય.આપણા ઘરની મહિલાઓ મતદાન કરવા માટે નથી જતી પણ જ્યારે સામૂહિક બળાત્કારો થશે ત્યારે મહિલાઓનુ શું થશે.SSS