બે ઠગ મહિલાઓ બ્યુટી પાર્લરની સંચાલિકા પાસેથી રૂપિયા પડાવી ફરાર

વડોદરા, વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર બ્યુટી પાર્લરની મહિલા સંચાલકને બે ઠગ મહિલાએ તમારે ત્યાં સ્વયં દશામાં મંદિરના માતાજી આવ્યા છે. અને દીકરીનું અમેરિકા જવાનું સ્વપ્ન પૂર્ણ કરવાના બહાને રોકડા રૂપિયા ૭૩ હજાર તથા સોનાના દાગીના પડાવી લઇને નવ દો ગ્યારહ થઈ ગઈ હતી. જે અંગેનો બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
સમાજમાં અંધશ્રદ્ધા નામે રોજબરોજ કેટલાય લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. તેમ છતાં લોકો છેતરાયા જ કરે છે.
વડોદરા શહેરના વાઘોડિયા ડભોઈ રિંગ રોડ પર આવેલ જી ટાઉનશિપમાં રહેતા હેમંતકુમાર પંચાલ પત્ની અને બે બાળકો સાથે રહે છે.
મકાનના નીચે ભાગે પત્ની શ્વાતીબેન બ્યુટીપાર્લર ચલાવે છે ત્યારે બપોરના સમયે બે મહિલાઓ વેક્સ કરાવવા માટે આવી હતી. બે મહિલા પૈકી એકે વેક્સ કરાવ્યું હતું આ દરમિયાન શ્વાતિબેનની દિકરી આવીને તુરત જ પરત ફરી ગઈ હતી. અજાણી મહિલાએ વાતચીતનો દોર શરૂ કરતાં જણાવ્યું હતું કે તમારી દીકરીને અમેરિકા જવું છે તેમ કહી ભણવામાં બહુ હોશિયાર છે.
તમારા બ્યુટી પાર્લરમાં સ્વયં માતાજી આવેલા છે. વાઘોડિયા રોડ પરના મનન પાર્કમાં આવેલ દશામા મંદિરના માતાજી આવેલા છે તેમ કહી શ્વેતાબેનનો વિશ્વાસ કેળવવા માટે તમારી દીકરી અમેરિકાના સપનાં જુએ છે તેને નીચે બેાલાવે જેથી શ્વેતાબેને પતિ અને દીકરીને નીચે બોલાવ્યા હતા. પતિ પત્ની અને દીકરીને નીચે બેસાડીને તેની વિધિ કરવી પડશે તેમ કહી રૂપિયા ૨૦૦૦ વિધિ માટે માંગ્યા હતા.
આ દરમિયાન બીજી એક મહિલા સોનાની વસ્તુ આપો. જેથી શ્વાતિબેને તુરત જ પહેરેલા સોનાના દાગીના કાચની શીશીમાં વિધિ કરાવવાના બહાને મુકાવી દીધા હતા. અને મહિલાએ કહ્યું કે હું મંદિરે જઈને કલાકમાં આવું છું તેમ કહેતા શ્વેતાબેનના પતિએ હું તમને મારી કારમાં લઇ જાવ છું ત્યારે મહિલાએ જણાવ્યું કે અમારી પાછળ આવશો નહિં આમ બંને અજાણી મહિલાઓ સોનાની દાગીનાવાળી બોટલ તથા રોકડા રૂપિયા લઇને નવ દો ગ્યારહ થઈ ગઈ હતી.