Western Times News

Gujarati News

વેજલપુરમાંથી કારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતાં બે શખ્શોની ધરપકડ

અમદાવાદ : એક સમયે શહેરમાં ધમધોકાર ચાલતાં અને ગેરકાયદેસર રીતે અમેરીકન નાગરીકો (US Citizens) પાસેથી રૂપિયા પડાવતાં કોલ સેન્ટરોનો Call centres રાફડો ફાટી નીકળ્યો હતો બાદમાં શહેર પોલીસ તંત્રએ લાલ આંખ કરતા આ કોલ સેન્ટરોનો મોટાભાગે સફાયો થઈ ગયો છે તેમ છતાં ડોલર કમાવવાની લાલચ ન રોકી શકતા કેટલાક તત્વો દ્વારા હજુ પણ પોલીસની નજરથી બચીને આવા સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે.  જા કે પોલીસની બાજનજર કારણે આવાં સેન્ટરો ઉપર દરોડા પડતાં રહે છે ગત મોડી રાત્રે વેજલપુર પોલીસ આવામાં કોલ સેન્ટરને લીડ આપતા બે શખ્શોની અટક કરી છે જેમની વધુ પુછપરછ કરવામાં આવી રહી છે.

વેજલપુરમાં પોલીસ સ્ટેશનને (Vejalpur police station Staff during patrolling) સ્ટાફ ગઈ કાલે પેટ્રોલિગમા હતા એ વખતે વસ્ત્રાપુર  રેલ્વે ફાટક નજીક એક ગાડીમાં ગેરકાયેદસર કોલ સેન્ટર ચાલતુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટીમે રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ રેલ્વે ફાટક નજીક આવેલી દેસાઈપાર્ક સોસાયટી (Near Railway crossing Desai park) આગળ શકાસ્પદ હાલતમાં કાર (Suspected Car with Call centre) મળી આવી હતી જેને કાર અંદર બેઠેલા બે શખ્શો વિવેકાસિહ કરસનસિહ ચૌહાણ Viveksinh Karsansinh Chauhan (અશ્વલેખા એપાર્ટમેન્ટ વસ્ત્રાપુર ) રેલ્વે સ્ટેશન રોડ વેજલપુર અને અઝહર એહમદભાઈ સૈયદ (Azhar Ahmedabhai Saiyed, Khanpur) ખાનપુર મળી આવ્યા હતા.

ગાડીની તપાસ કરતા મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી પોલીસે બંનની કડક પૂછપરછ કરતા આ બંને શખ્શો અમેરીકાની વ્હાઈટ પેજીસ (American White Pages website) નામની વેબ સાઈટ પરથી અમેરીકાન નાગરીકોનો ડેટા (US Citizens Data) મેળવીને કોલ સેન્ટર ચલાવતાં અન્ય કેટલાક શખ્શોને વેચતા હતા.

ઉપરાંત પોતે પણ અમેરીકન નાગરીકોને લોનની લાલચ આપીને તેમને લોન એપ્રુવ્ડ લેટર (Loan approved letter)  મોકલીને પ્રોસેસીગ ફી પેટે ડોલરમાં રકમ મેળવીને તેમની સાથે છેતરપીડી આચરતાં હોવાનુ બહાર આવ્યુ છે બંને શખ્શોની આ કબુલાતથી પોલીસ પણ ચોકી ઉઠી હતી અને બંને શખ્શોની વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પી આઈ જણાવ્યુ હતુ કે બાતમીને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમા વધુ એક શખ્શનું નામ ખુલ્યુ છે જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જ્યારે વધુ કેટલાંક નામો ખુલવાની સંભાવના છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.