બિગ બોસના ઘરમાં જાેયું નાની બાળકીનું ભૂત: રાજીવ
મુંબઇ, બિગ બોસ ૧૫માંથી હાલમાં જ બહાર થયેલા રાજીવ અડાતિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, બિગ બોસના હાઉસમાં તેણે બે વખત નાની બાળકીનું ભૂત જાેયું હતું. સાથે તેણે કહ્યું કે, ન ફક્ત તેણે પણ ઉમર, નિશાંત અને પ્રતીકે પણ બાળકીનું ભૂત જાેયું હતું. અને તેણે કહ્યું હતું કે, આ ઘટના બાદ તેઓ ઘરની અંદર સૂતા ડર અનુભવી રહ્યા હતા.
રાજીવે જણાવ્યું હતું કે, મેં બિગ બોસ ૧૫ના ઘરમાં બે વખત ભૂત જાેયું છે. તેને જાેયા બાદ હું ખુબ જ ડરી ગયો હતો. મેં ઘરની અંદર સુવાની ના પાડી દીધી હતી. ઉમર રિયાઝ, હું, પ્રતિક સહેજપાલ અને નિશાંત ભટ્ટ અંદર હતા અને ઘરની અંદર એક નાની છોકરીને જાેયા બાદ હું અને નિશાંત એકદમ ઉભા થઈ ગયા હતા. અમે ડરી ગયા હતા અને અને આશ્ચર્યમાં પડી ગયા કે આ નાની બાળકી ઘરની અંદર આવી કેવી રીતે? તે અમારા આગળથી પસાર થઈ, હું તમને કહી રહ્યો છું આ કોઈ જાેક નથી, ઘરની અંદર એક ભૂત છે. મેં બે વખત તેને જાેઈ છે અને લાઈવ ફીડમાં પણ તે જાેવા મળી છે.
આ ઘટના બાદ અમે એટલાં ડરી ગયા હતા કે ઉમર, નિશાંત, પ્રતિક અને મારા રૂંવાડાં ઉભા થઈ ગયા હતા. હું દરરોજ પડછાયો જાેતો હતો, અને આ વખતે નિશાંત, પ્રતિક, ઉમર અને મેં હકીકતમાં એક નાની બાળકીને અમારા આગળથી પસાર થતાં જાેઈ હતી. એક અઠવાડિયા અગાઉ જ બિગ બોસમાંથી બહાર થયેલાં રાજીવે જણાવ્યું કે તે બિગ બોસના ઘરને ખુબ જ મિસ કરી રહ્યો છે.
ભૂતપૂર્વ કન્ટેસ્ટન્ટ અને મિત્ર સિમ્બા નાગપાલ સાથેની મુલાકાત અંગે રાજીવે કહ્યું કે, હું ઘરને ખુબ મિસ કરી રહ્યો છું અને હું તે શબ્દોમાં જણાવી શકતો નથી.
હું ગત રાત્રિએ સિમ્બા નાગપાલને મળ્યો હતો. અને બિગ બોસના ઘરની બહાર લાંબા સમય બાદ તેને મળીને આનંદ થયો હતો. અમે બંનેએ બીબી ૧૫ ઘરની અંદર ખુબ સમય પસાર કર્યો છે અને તેને બહાર મળીને મજા આવી ગઈ હતી. આ ઉપરાંત તેણે કહ્યું કે, હું ઈચ્છું છું કે શમિતા શેટ્ટી અને ઉમર રિયાઝ શો જીતે.SSS