Western Times News

Gujarati News

પનવેલમાં સલમાનને રિક્ષા ચલાવતો જોઈ બધા ચકિત

મુંબઇ, બોલિવુડ એક્ટર સલમાન ખાન જે કંઈ પણ કરે છે તેની ચર્ચા ચોક્કસથી થાય છે. હાલ સલમાન ખાનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે રિક્ષા ચલાવતો નજરે પડે છે. કહેવાઈ રહ્યું છે કે, સલમાન ખાનનો આ વિડીયો પનવેલનો છે. સલમાન ખાન દર વર્ષે પોતાના બર્થ ડે સેલિબ્રેશન માટે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસ જાય છે. ત્યારે આ વર્ષે ૨૭ ડિસેમ્બરે સલમાને તેનો બર્થ ડે ફાર્મહાઉસમાં જ ઉજવ્યો હતો.

સલમાનના બર્થ ડે સેલિબ્રેશનના વિડીયો વાયરલ થયા બાદ રિક્ષા ચલાવતો વિડીયો જાેઈને ફેન્સને મજા પડી ગઈ છે. વાયરલ વિડીયોમાં ‘અંતિમ’નો એક્ટર સલમાન ખાન કારમાંથી ઉતરીને રિક્ષામાં બેસતો જાેવા મળે છે. સલમાન રિક્ષાની ડ્રાઈવર સીટ પર બેઠો છે. તેણે બ્લૂ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્‌સ પહેર્યા છે. તેણે માથે ટોપી પહેરીને લૂકને પૂરો કર્યો હતો. સલમાન ખાને રિક્ષા ચલાવતો જાેઈને આસપાસ ઊભેલા લોકો વિડીયો બનાવવા લાગ્યા હતા.

પનવેલની ગલીઓમાં સલમાનને રિક્ષા ચલાવતો જાેઈને કૌતુક સર્જાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવાર સાથે પનવેલના ફાર્મહાઉસમાં પહોંચેલો સલમાન ખાન હજી થોડા દિવસ અહીં જ રહેશે. ઉલ્લેખનીય છે કે, બર્થ ડેના એક દિવસ પહેલા જ સલમાન ખાનને ફાર્મહાઉસમાં સાપે ડંખ માર્યો હતો.

ફાર્મહાઉસના એક રૂમમાં સાપ ઘૂસી જતાં સલમાને બહાર કાઢ્યો હતો એ વખતે તેને સાપે ત્રણ ડંખ માર્યા હતા. જે બાદ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી ૬ કલાક બાદ તેને ડિસ્ચાર્જ કરાયો હતો.

સાપ કરડવાની ઘટના બાદ સલમાને ધામધૂમથી પરિવાર અને મિત્રો સાથે ૫૬મો બર્થ ડે ઉજવ્યો હતો. દરમિયાન, વર્કફ્રંટની વાત કરીએ તો, સલમાન ખાન કેટરિના કૈફ સાથે ‘ટાઈગર ૩’માં જાેવા મળશે. ચર્ચા છે કે, આગામી દિવસોમાં સલમાન અને કેટરિના ફિલ્મના મહત્વના સીન શૂટ કરવા માટે દિલ્હી જશે.

બંને દિલ્હીના જાહેર સ્થળો પર શૂટિંગ કરવાના હોવાથી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શૂટિંગના વિડીયો લીક ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.