કોરોનાની સુનામી વચ્ચે હિલ સ્ટેશનો પર ઉમટી પડી લોકોની ભીડ
નવીદિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસની સુનામી વચ્ચે હિલ સ્ટેશન પર પર્યટકોની ભીડ ઉમટી પડી હતી અને પર્યટકો નવા વર્ષે જીવ જાેખમમાં નાખી રહ્યા છે.
નવા વર્ષના જશ્નમાં લોકો એ પ્રકારે ડૂબ્યા હતાં કે જાણે બધું સામાન્ય છે, કશું થયું જ નથી. બેખૌફ જનતાને જાેઈને લાગતું જ નથી કે પર્યટકોને કોરોનાનો ડર છે. કાશ્મીરથી લઈને દાર્જિલિંગ અને શિલાંગ સુધી કોરોનાથી બેખૌફ પર્યટક જશ્નમાં ડૂબ્યા હતાં દેશમાં એવું કોઈ હિલ સ્ટેશન ન હતું જે ખચાખચ ન ભરાયું હોય. ઓમિક્રોન સંકટ વચ્ચે નવા વર્ષના સ્વાગત માટે લોકો સેંકડો કિલોમીટરનો સફર નક્કી કરી પોતાના ફેવરેટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર પહોંચી ગયા હતાં.
શિમલા, મનાલી, મસૂરી, નૈનીતાલ ભલે કોઈ પણ નામ લઈ લો, આ હિલ સ્ટેશન્સ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતાં. દરેક વ્યક્તિ નવા વર્ષના જશ્ન માટે બેતાબ છે ન ચહેરા પર માસ્ક છે. ના દિલોમાં કોરોનાનો ડર. બસ નવા વર્ષની ખુમારી છવાયેલી છે.
જૈસલમેરમાં પણ કોરોના નિયમ તાક પર મુકીને લોકો મૌજ મસ્તી કરી રહ્યા હતાં. કેટલીક જગ્યાઓ પર પ્રશાસને સખ્તાઈ દાખવી હતી. જયપુરમાં પોલીસે તૌબા નામનું અભિયાન ચલાવ્યું હતું, જે અંતર્ગત નવા વર્ષના જશ્નમાં રસ્તા પર હુડદંગ મચાવનારાઓને પોલીસ સ્ટેશનમાં બેસાડીને સબક શીખવાડવામાં આવ્યો હતો.