આજથી ટીવી,ફ્રીઝ અને વોશિંગમશીન સહિત ઘર વપરાશની વસ્તુઓના ભાવ વધશે
નવીદિલ્હી, જાે તમે નવા વર્ષ ૨૦૨૨ માં ટીવી, રેફ્રિજરેટર અને વોશિંગ મશીન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે ચોંકી જશો. આ હોમ એપ્લાયન્સ ૧ જાન્યુઆરીથી મોંઘા થવા જઈ રહ્યા છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (સીઈએએમએ)ના પ્રમુખ એરિક બ્રેગેન્ઝાના જણાવ્યા અનુસાર, ૨૦૨૧માં કંપનીઓએ કિંમતોમાં ૧૨ થી ૧૩ ટકાનો વધારો કર્યો છે. નવા વર્ષથી એલઇડી ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન અને કેટલાક અન્ય હોમ એપ્લાયન્સિસના ભાવમાં ૬ થી ૮ ટકાનો વધારો થઈ શકે છે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ ઉત્પાદકો એટલે કે, રેફ્રિજરેટર, ટીવી, વોશિંગ મશીન વગેરે કંપનીઓએ આ વર્ષે ત્રીજી વખત તેમની કિંમતોમાં વધારો કર્યો છે. કાચા માલની કિંમતમાં સતત વધારો તેનું મુખ્ય કારણ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી ૨૦૨૨માં પણ કંપનીઓ ફરી એકવાર કિંમત વધારવાના મૂડમાં છે.
ઝ્રઈછસ્છના ચેરમેન એરિક બ્રેગેન્ઝાના જણાવ્યા અનુસાર, ૨૦૨૧માં કંપનીઓએ કિંમતોમાં ૧૨ થી ૧૩ ટકાનો વધારો કર્યો છે, જ્યારે આ સમયગાળા દરમિયાન તેમની કિંમતોમાં ૨૦ ટકાનો વધારો થયો છે. તેથી હવે કંપનીઓ કિંમતમાં ૬ થી ૮ ટકાનો વધારો કરી શકે છે.
આપને જણાવી દઈએ કે, તાંબુ, સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવી મોટી ધાતુઓની સાથે સાથે કાચા તેલની કિંમતો પણ સતત વધી રહી છે. વર્ષ ૨૦૨૧ની શરૂઆતથી નવેમ્બરની વચ્ચે આ બધાની કિંમતમાં ૨૫ થી ૧૪૦ ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં કંપનીઓનો ઉત્પાદન ખર્ચ ઘણો વધી ગયો છે, જેનો બોજ તેઓ હવે ગ્રાહકોના ખિસ્સા પર નાંખી રહી છે.HS