સૌરવ ગાંગુલી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Gangli-1.jpg)
નવી દિલ્હી, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન તેમજ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોનાથી સાજા થઈ ગયા છે.તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ સૌરવને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.૨૭ સપ્ટેમ્બરે તેમની તબિયત ખરાબ થયા બાદ કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.જાેકે હવે તે હોસ્પિટલમાંથી બહાર આવી ગયા છે.ઘરે તે હાલમાં ડોકટરોની નજર હેઠળ રહેશે.
સૌરવ માટે સારી વાત એ પણ છે કે, તેઓ કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા હોવાની વાતને સમર્થન મળ્યુ નથી.તેમના સેમ્પલને જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાંઆવ્યુ હતુ.જાેકે તેમાં ઓમિક્રોનને સમર્થન મળ્યુ નથી.કોરોનાના હળવા લક્ષણ દેખાયા બાદ હોસ્પિટલમાં સૌરવને એન્ટી બોડી કોકટેર થેરાપી આપવામાં આવી હતી.
હોસ્પિટલમાં તેમનુ ઓક્સિજન લેવલ પણ સ્થિર રહ્યુ હતુ અને તેમને તાવ પણ નહોતો.ગાંગુલી વેક્સીનના બંને ડોઝ લીધા બાદ પણ સંક્રમિત થયા હતા.
૨૦૨૧ના જાન્યુઆરી મહિનામાં તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો.SSS