Western Times News

Gujarati News

૮ મી થી ૧૪ જાન્યુઆરી-૨૨ સુધીમાં સ્વસ્થ બાળક બાળકી સ્પર્ધા

પોષણના મૂલ્યને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ઉજવવામાં આવશે

મહેસાણા, કુપોષણ ઉણપને દુર કરવા ભારત સરકારની સુચનાથી જન – આંદોલનના ભાગરૂપે ૦ થી ૬ વર્ષના બાળકો માટે ૦૮ જાન્યુઆરી થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ સ્વસ્થ બાળક બાળકી સ્પર્ધા તરીકે પોષણના મૂલ્યને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ઉજવવામાં આવનાર છે.

આ જન આંદોલનમાં પંચાયતી રાજની ત્રણેય સ્તરની સંસ્થાઓ, માતા, વાલી અને સામાજિક સંસ્થાઓ સંપૂર્ણપણે ભાગીદાર થઇ આ જન આંદોલનને સફળ બનાવવાના પ્રયતનો કરવામાં આવી રહ્યા છે.

આ જન આંદોલન રાજ્યના તમામ ગામોમાં વસતા પરિવારોમાં કુપોષણ ધરાવતા લોહીની ઉણપ ધરાવતા જન્મ સમયે ઓછું વજન ધરાવતા શિશુઓની સંખ્યામાં ઘટાડો થાય તે માટે પરિવારની ગર્ભવતી બહેનો તથા ધાત્રી માતાઓની સવિશેષ કાળજી રખાય અને તેઓને પોષણ અભિયાન હેઠળ સ્વસ્થ આહાર મળે અને સાથે સાથે સ્વાસ્થ્યની યોગ્ય કાળજી સવિશેષ ભાર લેવાઈ તેવા પ્રયત્નો કરવાના રહે છે.

આ ભગીરથ કાર્ય જીલ્લામાં સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક પંચાયત પધાધિકારીઓએ આ માસમાં પોતાનું યોગદાન આપી કુપોષણને દુર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવવાની છે અને અધિકારી આ માટે દરેક સ્તરે સ્થાનિક વિભાગના સહયોગ પદાધિકારીશ્રીઓને

આ જન આંદોલનમાં તેઓને અમુલ્ય સમય ફાળવી આવા પરિવારો સાથે સતત સંપર્કમાં રહી આરોગ્ય વિભાગના સહયોગ ધ્વારા સ્વસ્થ બાળક બાળકી સ્પર્ધા અંગેના પ્રચાર પ્રસાર કરી જનસમુદાય માટે જરૂરી માહિતીઓથી વાકેફ કરવાના રહેશે . અને તે ધ્વારા જનઆદોલનથી આ પોષણ અભિયાન સફળ બનાવવાનું રહેશે.

મહેસાણા જિલ્લો કુપોષણમુક્ત બને અને આ જિલ્લાનું કોઈ બાળક કુપોષિત ન રહે તે માટે સ્વયં સામાજિક જવાબદારી અદા કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધ્વારા મહેસાણાના સમગ્ર જનસમુદાય , પદાધિકારીઓને આપણા જિલ્લાઓને કુપોષણ મુક્ત કરવા “ સ્વસ્થ બાળક બાળકી સ્પર્ધા ” પ્રત્યે માનવીય સંવેદના રાખી આ અભિયાનમાં જાેડવા અપીલ કરાઇ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.