Western Times News

Gujarati News

અમદાવાદના ૩૭ તળાવોની સફાઈ માટે 4 કરોડનો ખર્ચ કરાશે

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના તળાવોમાં ચોમાસા બાદ પારાવાર ગંદકી થાય છે તેમજ વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ ઉગી નીકળે છે. જેના કારણે મચ્છરનો ત્રાસ વધી જાય છે. મ્યુનિ. મેલેરીયા વિભાગે મચ્છરોની ઉત્પતિ તથા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે તળાવોની સફાઈ કરવા નિર્ણય કર્યો છે જેના માટે બે વર્ષમાં રૂા.ચાર કરોડ કરતા વધુ રકમનો ખર્ચ થશે.

મ્યુનિ. હેલ્થ વિભાગ ચેરમેન ભરતભાઈ કે. પટેલ ના જણાવ્યા મુજબ શહેરના ૩૭ તળાવોની સફાઈ તથા તેમાંથી વેજીટેશન દુર કરવા માટે ત્રણ સંસ્થાઓને બે વર્ષ માટે કોન્ટ્રાકટ આપ્યો છે. તળાવ સફાઈ માટે કુમાર એજયુકેશન સોસાયટી, મિનાક્ષી દલિત સખી મંડળ અને દેવ રેસી. વેલ્ફેર એશોસીએશનને કોન્ટ્રાકટ આપવામાં આવ્યા છે.

કુમાર એજયુકેશન સોસાયટીને અસારવા તળાવની સફાઈ પેટે બે વર્ષમાં રૂા.૧ર લાખ ચુકવવામાં આવશે. જયારે દક્ષિણ ઝોનના લાંભા, વટવા, ઈસનપુર, નારોલ ગામ, વાનરવટ તળાવ, દુધિયા તળાવ, અસલાલી રીંગ રોડ તળાવ સહીત દસ તળાવોની સફાઈ માટે રૂા.૧.૦પ કરોડ પેમેન્ટ કરવામાં આવશે.

દક્ષિણ ઝોનના ચંડોળા તળાવની સફાઈ માટે મિનાક્ષી દલિત સખી મંડળને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે જેના માટે સંસ્થાને રૂા.૬૮.૭૦ લાખ ચુકવાશે. આ જ સંસ્થા ઉતરઝોનના બે તળાવોની સફાઈ કામગીરી સંભાળશે. જે પેટે રૂા.ર૬.૯૪ લાખ નકકી કરવામાં આવ્યા છે.

દેવ રેસીડેન્ટ વેલ્ફેર એશોસીએશન નામનીસંસ્થાને પશ્ચિમ ઝોનના મલાવ તળાવ અને ચેનપુર તળાવની સફાઈ માટે રૂા.ર૬.પ૦ લાખનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. સદ્‌ર સંસ્થાને પૂર્વઝોનના નિકોલ, ઓઢવ, વસ્ત્રાલ, રતનપુરા, વડુ, વિંઝોલ સહીતના દસ તળાવોની સફાઈ માટે રૂા.એક કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા, ચાંદલોડીયા તેમજ થલતેજ તળાવોની સફાઈનો કોન્ટ્રાકટ પણ દેવ રેસી. વેલ્ફેર એશોસીએશનને આપવામાં આવ્યો છે. જયારે દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડના પાંચ તળાવોની સફાઈ માટે રૂા.પ૧ લાખનો ખર્ચ થશે જેના માટે કુમાર એજયુકેશન સોસાયટીને બે વર્ષનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

શહેરની સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગ મળે તે માટે રૂા.૯ર લાખના ખર્ચથી ૧૮૦૦ હેન્ડ કાર્ટ ખરીદ કરવામાં આવશે. હેન્ડકાર્ટમાં ૦૬ ટીન રહેશે. સી.એન.સી.ડી. વિભાગ દ્વારા ભાવ વધારા માટે રજુ કરવામાં આવેલી દરખાસ્ત પરત મોકલવામાં આવી છે.

હેલ્થ કમીટીની બેઠકમાં ઝીરો અવર્સ દરમ્યાન કોરોના વાયરસના વધી રહેલા કેસ તથા તેની સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી તમામ મ્યુનિ. હોસ્પિટલોમાં પુરતા પ્રમાણમાં બેડ અને ઓકસીજનની સુવિધા ઉપલબ્ધ છે.

કોરોનાના વેરીએન્ટને ઝડપથી ફેલાતો રોકવા માટે રસીકરણ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે તેમજ બીજાે ડોઝ લીધો ન તેવા નાગરીકોને શોધીને રસીકરણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.