કોવિડના કારણે શાળાઓ બંધ રહેવાથી લાખો ભારતીય બાળકો પ્રભાવિત થયાં

નવી દિલ્હી, ઇસ્ટ દિલ્હીના શાકભાજીના ફેરિયા રાઘવ પાસવાનને શાળાએ જતા બે બાળકો છે – ૧૨ વર્ષની વિનીતા અને ૯ વર્ષની ગીતા કે જેઓ બે વર્ષની મહામારીને કારણે શાળાએ જતા નથી. મહામારી દરમિયાન પાસવાનની જે થોડી ઘણી આવક હતી તે પણ ઘટી જતાં હવે તેની પાસે છોકરાઓને શાળામાં મોકલવાના પૈસા નથી.
આથી બંનેએ શાળામાંથી ડ્રોપ લઇને પોતાના માતા પિતાને નાણાકીય રીતે મદદ કરવા માટે છુટા-છવાયા કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. વિનીતાએ જણાવ્યું કે મારે પાસે કોઇ વિકલ્પ ન હતો. આથી મને શાળામાં ડ્રોપ લેવાની ફરજ પડી હતી. આ કોઇ છુટો છવાયો કિસ્સો નથી
પરંતુ ખાસ કરીને ગરીબ પરિવારોના લાખો બાળકોએ છેલ્લા બે વર્ષથી સ્કૂલમાંથી ડ્રોપ લેવો પડ્યો છે. કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે માર્ચ, ૨૦૨૦માં ભારતની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. ૧૪૦૦ જેટલા શાળાએ જતા બાળકોના સર્વેમાં એવું બહાર આવ્યુ છે કે ગ્રામીણ વિસ્તારમાં માત્ર ૮ ટકા બાળકો જ નિયમિત રીતે ઓનલાઇન અભ્યાસ કરે છે
અને ૩૭ ટકા બાળકો બિલકુલ અભ્યાસ કરતા નથી અને તેના અડધા જેટલા બાળકોને થોડા શબ્દો પણ વાંચતા-લખતા આવડતા નથી. મોટા ભાગના માતા-પિતા એવું ઇચ્છતાં હતા કે શક્ય હોય એટલી જલ્દી સાળાઓ પુનઃ શરૂ કરવામાં આવે. રાષ્ટ્રવ્યાપી માધ્યમિક સ્તરે ડ્રોપ આઉટનો આંકડો ૧૭ ટકા જેટલો ઊંચો છે એવું યુનિફાઇડ ડીસ્ટ્રીક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન દ્વારા જણાવાયું છે.
આ ઉપરાંત એવા બાળકો પણ છે કે જેણે હજુ સુધી શાળામાં એડમિશન જ લીધા નથી. માતા-પિતાઓ શાળામાં પોતાના બાળકોને પ્રવેશ આપતા પહેલા સંક્રમણનું જાેખમ ઓછું થાય તેની પ્રતિક્ષા કરી રહ્યા છે એવું પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના સીઇઓ રૂક્મણી બેનરજીએ જણાવ્યુ હતું. ખાસ કરીને શાળાઓ બંધ રહેવાથી છોકરીઓ સૌથી વધુ પ્રભાવિત થઇ છે. નેશનલ રાઇટ ટુ એજ્યુકેશન ફોરમની પોલિસી બ્રીફ અનુસાર એક કરોડ જેટલી છોકરીઓને સેકન્ડરી સ્કુલમાંથી ડ્રોપ લેવો પડે તેવી સ્થિતિ છે.
સંગઠને પણ એવી ચેતવણી આપી છે કે મહામારીની કન્યા કેળવણી પર અપ્રમાણસર અસર પડી શકે છે અને તેથી તેમની સામે નાની વયે લગ્ન, નાની વયે સગર્ભાવસ્થા ગરીબી અને તસ્કરી તેમજ હિસાનું જાેખમ વધારે છે. યુનેસ્કોના જણાવ્યા અનુસાર ભારતમાં શાળાઓ બંધ રહેવાનો સમયગાળો વિશ્વમાં સૌથી વધુ જાેવા મળ્યો છે.
વર્ગો ઓનલાઇન શરૂ કરાયા હતા. પરંતુ ગરીબ પરિવારોના લાખો બાળકો તેનાથી વંચિત રહ્યા છે કારણ કે તેમની પાસે ડિજીટલ ડિવાઇસ અને ઇન્ટરનેટની પહોંચ નથી.
આમ ડિજીટલ ડિવાઇડ દ્વારા અસમાનતા વધી ગઇ છે. ખાસ કરીને શાળા શિક્ષણની પહોંચ બનાવવામાં આક્રમકતા જાેવા મળી હતી. ભારતમાં શાળાએ જતાં બાળકોમાં માત્ર ૨૦ ટકા એવા છે કે જેમને મહામારી દરમિયાન ઓનલાઇન શિક્ષણની તક હતી. આ ઉપરાંત કેટલાક સ્થળોે જ્યારે શાળાઓ ફરીથી ખોલવામાં આવી ત્યારે ઘણા બાળકો પરત આવ્યા ન હતાં.