વાઈબ્રન્ટના મહેમાનોની ચાર્ટર્ડ ફલાઈટ માટે પાર્કિંગ વધારાયું
(એજન્સી) અમદાવાદ, ગાંધીનગરમાં ૧૦ થી ૧ર જાન્યુઆરી દરમ્યાન યોજાનારા ગ્લોબલ વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં આવનારા દેશવિદેશના મહેમાનોનેે આવકારવા અમદાવાદ એરપોર્ટ પર ચાલતી તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.
ચાર્ટર્ડ વિમાનોના પાર્કિંગ માટે પુરતા પાર્કિંગ બેઝની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથે જ બહારની તરફ એેપ્રોચ રોડ નવેસરથી તૈયાર કરાઈ રહ્યો છે.
આ સમિટમાં સંખ્યાબંધ મલ્ટીનેશનલ કંપનીના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં વીવીઆઈપી ઓ ભાગ લઈ રહ્યા છે. મહેમાનોને કાર્યક્રમની તમામ વિગતો મળી રહે તેમજ મહાનુભાવોના આગમનને દર્શાવતી ડીજીટલ વૉલ ઉભી કરવામાં આવશે.
બ્યુટીફિકેશનના ભાગરૂપે કચ્છના તોરણ, રંગબેરંગી કાપડમાં એમ્બ્રોઈડરીથી સજાવેલુ સ્ટાઈલીશ લુક અને કલ્ચરલ ક્વોટની સાથે ઉભી કરેલી કલાકૃતિઓમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક જાેવા મળી રહી છે.